Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાયોલોજીના બાદશાહ ને એકાઉન્ટના એક્કા બનવા શું કરશો?:નબળા વિદ્યાર્થી આટલું કરી લે તો બાયોલોજીમાં પાસ થવાની ગેરંટી, જાણો એક્સપર્ટ્સની ટોપ ક્લાસ ટિપ્સ

    18 hours ago

    ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. આગામી 14 માર્ચે ધો.12 આર્ટ્સમાં સામાજિક વિજ્ઞાનનું તથા 16 માર્ચે 12 સાયન્સમાં બાયોલોજી, 12 કોમર્સમાં 17 માર્ચે એકાઉન્ટનું પેપર છે. આ બોર્ડ પરીક્ષાને લઈ દિવ્ય ભાસ્કર મેઇન પેપરમાં અંતિમ ઘડીઓમાં કેવી રીતે તૈયારીઓ કરવી તેની એક્સપર્ટ્સ ટિપ્સ જણાવી રહ્યું છે. બાયોલોજીમાં MCQ બાદ અનુક્રમે 2,3 અને 4 માર્કના જવાબ લખો બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સમાં બાયોલોજીનું પેપર દર વર્ષે વિદ્યાર્થીઓને લાંબુ લાગે છે. જોકે તે માટે વિદ્યાર્થીઓએ MCQનો પ્રથમ વિભાગ પૂર્ણ કર્યા બાદ અનુક્રમે 2,3 અને 4 માર્કના સવાલોના જવાબો લખવા જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આ પેપરમાં આકૃતિ દોરવામાં વધુ સમય ન બગાડે અન્યથા પેપર અધૂરું રહી જશે. એક્સપર્ટના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓ પેપર લખશે તો તેઓ સમયસર પેપર પૂર્ણ કરી શકશે અને તેનાથી માર્ક પણ વધુ આવશે. જો આ ભૂલ કરી તો બાયોલોજીનું પેપર અધૂરું રહી જશે આ અંગે રાજકોટની પ્રીમિયર સ્કૂલના ડાયરેક્ટર નેહા દેસાઈએ જણાવ્યું હતું કે, બાયોલોજીનુ પેપર થિયરીનું હોવાથી લાંબુ લાગે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ 4 માર્કના સવાલો પહેલા લખવાની ભૂલ કરતા હોય છે. જો વિદ્યાર્થીઓ આ ભૂલ કરશે તો બાયોલોજીનું પેપર અધૂરું રહી જવાની પૂરેપૂરી શક્યતા છે. 2 માર્કના સવાલો પહેલા લખે તો 40 મિનિટમાં પૂરું થઈ જાય છે. બીજી 40 મિનિટમાં 3 માર્કના સવાલોના જવાબો લખે અને છેલ્લે 4 માર્કના સવાલોના જવાબો લખે. જેથી પેપર સમયસર પૂર્ણ થઈ જશે. નબળા વિદ્યાર્થીઓએ જો યુનિટ 3,4 અને 5 કર્યું તો પાસ આ ઉપરાંત બાયોલોજીમાં ફિગર્સ આવે. જેથી વિદ્યાર્થીઓને એમ થાય કે હું આર્ટિસ્ટિક ફિગર્સ ડ્રો કરું. જોકે ફિગરના એક સવાલમાં અડધોથી એક માર્ક હોય છે. જેથી ફિગર ડ્રો કરવામાં વધુ સમય ન લગાડવો. બાયોલોજીના પેપરમાં 5 યુનિટ આવે છે. જેમાં યુનિટ 2 સૌથી અઘરું છે. નબળા વિદ્યાર્થીઓએ જો યુનિટ 3,4 અને 5 કર્યું હોય તો પાસ થઈ જાય. જેનાથી થોડા હોશિયાર વિદ્યાર્થીઓ યુનિટ 1,3,4 અને 5 કરે. જ્યારે જે વિદ્યાર્થીઓ સૌથી હોશિયાર છે તેમને જ 13 ચેપ્ટરના પાંચ યુનિટ કરવા જોઈએ. ફિઝિક્સનું સાટું વાળી દેશો તો NEET આપી શકશો તેમણે જણાવ્યું હતું કે, B ગ્રૂપના વિદ્યાર્થીઓને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આવે છે. જેમનું મેથ્સ નબળું હોય તેઓએ બી ગ્રુપ લીધું હોય છે. NEETમાં બોર્ડના માર્કની 50% એલિજીબિલિટી છે. વિદ્યાર્થીઓ મહેનત કરે તો બાયોલોજીમાં 100માંથી 75થી વધુ માર્ક આરામથી આવી જાય તેમ છે. જેથી ફિઝિક્સનું પેપર કદાચ નબળું ગયું હોય તો બાયોલોજીના માર્કના લીધે મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા આપી શકે. પહેલા બાયોલોજીનું પેપર ત્રણ માર્ચે રાખવામાં આવ્યું હતું. પરંતુ હોળી અને ધુળેટીના તહેવારોના કારણે આ પેપર 16 માર્ચે લેવામાં આવનાર છે. જેથી વિદ્યાર્થીઓને વાંચવાના વધુ દિવસો મળતા તૈયારીમાં તાકાત લગાવી દેવી જોઈએ. એકાઉન્ટમાં આ દાખલાઓ બ્રહ્માસ્ત્ર સાબિત થશે જ્યારે ધો.12 કોમર્સના એકાઉન્ટના પેપર અંગે વડોદરાના એક્સપર્ટ જીગર દરજીએ જણાવ્યું હતું કે, અંતિમ ઘડીમાં એક જ વસ્તુ કહેવા માંગીશ કે કોઈ નવા અખતરાઓ કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત આપણી ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જ જોઈ લો એ જ તમારા માટે બ્રહ્માસ્ત્રનું કામ કરશે. અન્ય બહારના કોઈ પેપર સેટ હોય તેની પાછળ કોઈ પણ પ્રકારની મહેનત અંતિમ સમયમાં ન કરો, કારણ કે કેટલીક વખત એ ગેરમાર્ગે દોરે છે. MCQ અને શોર્ટ પ્રશ્નો પાછળ મહેનત કરી લો વધુમાં કહ્યું કે,વિભાગ-D ની વાત કરીએ તો એમાં તમારે ફક્ત પાઘડીનું ચેપ્ટર જોઈ લો, એમાં તમારા બે દાખલા કવર થઈ જશે અને બીજા ભાગમાંથી છેલ્લા ત્રણમાંથી કોઈ એક જ ચેપ્ટર જોઈ લો તો તમારા 12માંથી 12 તમારે ત્યાં રોકડા મળી જશે. સાથે MCQ આપણી પાસે અવેલેબલ છે, તો 20 માર્ક્સના MCQ છે અને 10 માર્ક્સના શોર્ટ પ્રશ્નો છે, એની પાછળ મહેનત થઈ શકે છે. મૂડીને લગતા હવાલા સોલ્વ ખાસ કરજો આ વખત માટે ખાસ, ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિના જો દાખલાની વાત કરીએ તો એમાં મૂડીને લગતા હવાલા સોલ્વ ખાસ કરજો, એના સંદર્ભે દાખલા આવવાની શક્યતા 100 ટકા છે. તમારું કામ એક જ છે કે પેપર પર પૂરેપૂરું ધ્યાન આપો. અંતિમ પેપર છે એટલે મહાભારતમાં કહ્યા પ્રમાણે-"કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મ ફલહેતુ ર્ભૂર્મા તે સંગોઽસ્ત્વકર્મણિ".તમારું કામ કર્મ કરવાનું છે, ફળ તમને તમારી કાર્યક્ષમતા પર મળી જ જવાનું છે. સામાજિક વિજ્ઞાનમાં MCQ-ખાલી જગ્યા માટે ટેક્સ્ટબુક કરી લો ધો.12 આર્ટસના સામાજિક વિજ્ઞાન અંગે એચ.બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં 32 વર્ષથી સામાજિક વિજ્ઞાન વિષય ભણાવી રહેલા જયંતી ભરવાડે જણાવ્યું કે, સૌપ્રથમ તેઓ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રની રચના સમજાવે છે. બોર્ડ પરીક્ષામાં કુલ ચાર વિભાગ A, B, C અને D હોય છે. વિભાગ A કુલ 24 ગુણનો હોય છે. આ વિભાગ સામાન્ય રીતે MCQ, ખાલી જગ્યા, જોડકાં મિલાવો અથવા ખૂબ ટૂંકા જવાબવાળા પ્રશ્નોનો સમાવેશ કરે છે. વિદ્યાર્થીઓએ આ વિભાગ માટે સંપૂર્ણ પાઠ્યપુસ્તકનું ધ્યાનપૂર્વક પુનરાવર્તન કરવું જોઈએ, કારણ કે નાનામાં નાની વિગતો પણ અહીંથી પૂછાઈ શકે છે. વિભાગ B 18 ગુણનો હોય છે, જેમાં 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. અહીં વિદ્યાર્થીઓને વિકલ્પ મળે છે, પરંતુ યોગ્ય પસંદગી કરવી અગત્યની છે. જે પ્રશ્નો સારી રીતે આવડે છે અને સ્પષ્ટ રીતે સમજાવી શકાય તે જ લખવા. અનાવશ્યક જોખમ લેવાને બદલે સ્પષ્ટતા અને ચોકસાઈ રાખવી વધુ સારું. લાંબો જવાબ મુદ્દાઓમાં વહેંચવો વિભાગ Cમાં 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના જવાબ આપવા પડે છે. આ વિભાગમાં સામાન્ય રીતે ટૂંકા પરંતુ મુદ્દાસર જવાબોની માંગ હોય છે. વિદ્યાર્થીઓએ મુદ્દા પાડી, ગોઠવણપૂર્વક અને સ્પષ્ટ ભાષામાં જવાબ લખવા જોઈએ. જો જવાબ લાંબો બને તો પણ તેને મુદ્દાઓમાં વહેંચવાથી પરીક્ષકને સમજવામાં સરળતા રહે છે. નકશા આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના ખાસ કરીને પ્રકરણ 8, 9,10 અને 13માંથી નકશા આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના વધુ હોય છે. તેથી વિદ્યાર્થીઓએ ભારત અને વિશ્વના નકશામાં મહત્વના સ્થળો, નદીઓ, પર્વતો, કૃષિ પાક ક્ષેત્રો વગેરેનું સચોટ નિદર્શન કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ચિત્રો, ચાર્ટ અને કોષ્ટકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો તેઓએ ખાસ કરીને ચિત્ર આધારિત પ્રશ્નો પર ભાર મૂકે છે. તેઓ જણાવે છે કે MCQ અને લાંબા પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રો પરથી પ્રશ્નો પૂછાઈ શકે છે. ઉદાહરણ તરીકે, રંગલો-રંગલીના પાત્રો કઈ લોકકલાથી સંબંધિત છે? તેનો જવાબ ‘ભવાઈ’ છે. આવા પ્રશ્નો માટે વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના તમામ ચિત્રો, ચાર્ટ અને કોષ્ટકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓ લખાણ વાંચે છે. પરંતુ ચિત્રો અવગણે છે, જેનાથી સરળ ગુણ ગુમાવવાનો વારો આવે છે. ટૂંક નોંધની તૈયારી અંગે તેઓ ખાસ સૂચન આપે છે. ઘણા પ્રશ્નો સીધા પુસ્તક મુજબ નહીં, પરંતુ થોડા ફેરફાર સાથે પૂછવામાં આવે છે. જેમ કે દુનિયાની સાત અજાયબીઓમાંની એક વિશે જણાવો એવો પ્રશ્ન આવી શકે છે, જેમાં ‘તાજમહેલ’ વિશે ટૂંકમાં માહિતી આપવાની હોય છે. તેથી વિદ્યાર્થીઓએ દરેક મહત્વના વિષય પર 4-5 મુદ્દાની ટૂંક નોંધ તૈયાર રાખવી જોઈએ. કૃષિ પાક સંબંધિત પ્રશ્નો માટે પણ યોગ્ય તૈયારી જરૂરી કૃષિ પાક સંબંધિત પ્રશ્નો માટે પણ યોગ્ય તૈયારી જરૂરી છે. ડાંગર, મગફળી, ઘઉં, કપાસ જેવા મુખ્ય પાકોની આબોહવા, જમીનની જાત, જરૂરી વરસાદ અને ઉત્પાદન પ્રદેશો વિશે સ્પષ્ટ સમજ હોવી જોઈએ. આવા પ્રશ્નો ઘણીવાર લાંબા ઉત્તર કે ટૂંક નોંધ રૂપે પૂછાય છે. જો વિદ્યાર્થીઓ મુદ્દાવાર તૈયારી કરે તો તેઓ સરળતાથી સંપૂર્ણ ગુણ મેળવી શકે છે. 10, 5 અને 17 પ્રકરણમાંથી 6 પ્રશ્નો પૂછાઈ શકે વિભાગ D માટે તેઓ ખાસ કરીને પ્રકરણ 10, 5 અને 17ને મહત્વપૂર્ણ ગણાવે છે. આ પ્રકરણોમાંથી આશરે 6 જેટલા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહે છે. તેથી આ પ્રકરણોનું પુનરાવર્તન વારંવાર કરવું, મહત્વના મુદ્દાઓ હાઇલાઇટ કરવું અને શક્ય પ્રશ્નોની યાદી બનાવી પ્રેક્ટિસ કરવી લાભદાયી છે. અંતમાં, તેઓ પેપર પ્રેઝન્ટેશન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપે છે. દરેક પ્રશ્નનો જવાબ મુદ્દા પાડીને લખવો જોઈએ. ગોઠવણ, સ્પષ્ટ લખાણ અને યોગ્ય શીર્ષકોનો ઉપયોગ ગુણ વધારવામાં મદદ કરે છે. નવો પ્રશ્ન હંમેશા નવા પાના પર શરૂ કરવો જોઈએ. આ રીતે પરીક્ષકને જવાબો તપાસવામાં સરળતા રહે છે અને ગુણ આપવામાં અનુકૂળતા થાય છે. જવાબો વચ્ચે યોગ્ય અંતર રાખવું, જરૂરી હોય ત્યાં અંડરલાઇન કરવું અને ગંદું લખાણ ટાળવું,આ બધી બાબતો સારા પ્રેઝન્ટેશનનો ભાગ છે.
    Click here to Read More
    Previous Article
    'ગેસ બોટલના રૂ.5000 માંગે છે, કોલસાના ચૂલા પર ધંધો':'બોટલ નહીં મળે તો પરિવાર ભૂખ્યો રહેશે', 4 શાકના બદલે 2ના વિકલ્પ આપે છે; ગુજરાતમાં લારી-ઢાબા બંધ થવાને આરે
    Next Article
    રાત્રે ઊંઘ ન આવી ખતરનાક સાબિત થઈ શકે છે:7 કલાકની નિદ્રા સાથે ઊંઘની ક્વોલિટી જરૂરી, જાણો ફિલ્મ એક્ટ્રેસ સહિત ડાયમંડ કિંગનું રૂટિન ને ડોક્ટરની સલાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment