Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:નંબર પ્લેટ નખાવવા માટે નીકળેલા ખેડૂતને રસ્તામાં ‘બાવાજી’ ભટકાયા

    10 hours ago

    ગાંધીનગરના રૂપાલ ગામના એક ખેડૂતને રૂપિયા ડબલ અને ચાર ગણા કરી આપવાની માયાજાળમાં ફસાવીને ઠગ બાબાએ ₹15 લાખની છેતરપિંડી આચરી છે. આ મામલે ખેડૂતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રૂપાલ ગામમાં રહેતા 50 વર્ષીય ખેડૂત દિનેશજી પથુજી ચાવડા ગત જુલાઈ 2025 માં પોતાના એક્ટિવાની નંબર પ્લેટ નંખાવવા નારદીપુર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં જોગણી માતાના મંદિર પાસે એક સફેદ કારમાં બેઠેલા બે શખ્સોએ તેમને ઉભા રાખ્યા હતા. કારમાં એક નગ્ન બાવાજી બેઠેલા હતા. સાથે બેઠેલા શખ્સે ખેડૂતને બાવાજીના દર્શન કરવાનું કહી લાલચ આપી હતી. બાવાજીએ આશીર્વાદ તરીકે ખેડૂતને એક રુદ્રાક્ષનો મણકો અને ₹500 ની નોટ આપી હતી. ત્યારબાદ ખેડૂત પાસેથી ₹50,000 મંગાવીને હાથચાલાકીથી તે પરત આપી દીધા હતા,આ હાથચાલાકીથી ખેડૂતને ખાતરી થઈ ગઈ હતી કે બાવાજી પાસે કોઈ ચમત્કારિક શક્તિ છે, જેથી ખેડૂતને તેમના પર વિશ્વાસ બેસી ગયો હતો થોડા દિવસો પછી બાવાજીએ ફોન કરીને ખેડૂતને ₹15 લાખ લઈને બોલાવ્યા હતા અને વચન આપ્યું હતું કે આ પૈસાના તેઓ ડબલ કરી આપશે. ખેડૂતે બેંકમાંથી પોતાની FD તોડીને ₹10 લાખ અને ગામમાંથી ₹5 લાખ ઉછીના લઈને કુલ ₹15,00,000 ભેગા કર્યા હતા,05/07/2025 ના રોજ ખેડૂત પોતાના મિત્ર સાથે બાલાસિનોર પહોંચ્યા હતા, જ્યાં બાલાસિનોર પોલીસ સ્ટેશનની નજીક જ બાવાજીએ એલ્યુમિનિયમના ડબ્બામાં ભરેલા ₹15 લાખ પડાવી લીધા હતા. બાવાજીએ કહ્યું હતું કે, "તમે ઘરે જાઓ, હું પાછળ આવીને પૈસા ચાર ગણા કરી આપીશ," પરંતુ તે ક્યારેય આવ્યા નહીં અને પોતાના મોબાઈલ નંબર પણ બંધ કરી દીધા હતા. ખેડૂતે જ્યારે ઓનલાઈન ન્યૂઝ એપ્લિકેશનમાં સમાચાર જોયા ત્યારે તેમને ખબર પડી કે સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચે એક ઠગ બાવાને પકડ્યો છે. ફોટો જોઈને ખેડૂત ઓળખી ગયા કે આ એ જ વ્યક્તિ છે જેણે તેમની સાથે છેતરપિંડી કરી હતી. પકડાયેલા શખ્સનું નામ રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી (રહે. તૈયબપુરા, કપડવંજ) હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ખેડૂતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:સુંદરીયાણામાં બાઈક સ્લિપ થતા ખસ ગામના 75 વર્ષીય વૃદ્ધનું મોત
    Next Article
    Will give land to genuine claimants but ensure ‘jungles do not go bald’: Gujarat minister in Assembly

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment