Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને કહ્યું- શિપ માટે હોર્મુઝનો રસ્તો નહીં ખુલે; સિલિન્ડરનું બમણા ભાવે થતું વેચાણ; હાર્દિક પર તિરંગાના અપમાનનો કેસ

    8 hours ago

    નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર ઈરાન સાથે જોડાયેલા છે, નવા સુપ્રીમ લીડરે કહ્યું કે તેલ માટે હોર્મુઝનો રસ્તો અત્યારે ખુલશે નહીં. જ્યારે બીજા સમાચાર દેશમાં LPG સંકટને લઈને છે, રસોઈ ગેસ સિલિન્ડર બમણા ભાવે વેચવામાં આવી રહ્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ નરેન્દ્ર મોદી આસામનો પ્રવાસ કરશે. તેઓ અનેક પરિયોજનાઓનું શુભારંભ અને ઉદ્ઘાટન કરશે. 2. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ છે. LPGની અછત અને વધતી કિંમતો પર વિપક્ષ હંગામો કરી શકે છે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાની સુપ્રીમ લીડરે કહ્યું- અમેરિકી બેઝ પર હુમલા ચાલુ રહેશે:પદ સંભાળ્યા બાદ મુજતબાનું પ્રથમ નિવેદન; કહ્યું- હોર્મુઝનો રસ્તો નહીં ખુલે ઈરાનના નવા સુપ્રીમ લીડર અયાતુલ્લા મુજતબા ખામેનીએ પદ સંભાળ્યા બાદ ગુરુવારે પોતાનું પ્રથમ નિવેદન જાહેર કર્યું. આમાં તેમણે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તે મિડલ ઈસ્ટમાં હાજર અમેરિકી સૈન્ય અડ્ડાઓને બંધ કરી દે, નહીં તો તેમના પર હુમલા જારી રહેશે. મુજતબાએ અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી છે કે તેમણે ઈરાન પર કરેલા હુમલાની ‘ભરપાઈ’ કરવી પડશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ગેસના બાટલાની કાળાબજારી, 900 રૂપિયાના સિલિન્ડરના ₹1800:કોમર્શિયલ સિલિન્ડરના ₹4000, એજન્સી સંચાલકો-દલાલો લોકોને લૂંટી રહ્યાં છે અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત વધી રહી છે. ગેસ સિલિન્ડર એજન્સીઓ પર લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે. બિહારમાં ઘરેલુ ગેસ સિલિન્ડર 1800 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં 4000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધને કારણે હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ઇન્ડક્શન પર રસોઈ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. 3. હાર્દિક પંડ્યા જોશમાં હોશ ખોઈ બેઠો:વર્લ્ડકપ જીતની ઉજવણી દરમિયાન તિરંગાના અપમાનની ફરિયાદ નોંધાઈ, ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂઈ ગયો હતો ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી છે. ભારતની T20 વર્લ્ડકપ જીત બાદ અમદાવાદમાં ઉજવણી દરમિયાન પંડ્યા પર તિરંગાનું સન્માન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદી અનુસાર, ટીમ ઈન્ડિયાની જીત બાદ મેદાન પર ઉજવણી કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ટ્રમ્પ ભારતના મિત્ર છે કે દુશ્મન?:ફરી ભારે ટેરિફ લગાવવાની તૈયારી, 'સેક્શન 301'ને બનાવ્યું હથિયાર; ભારત સહિત 16 દેશ સામે તપાસ શરૂ કરી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારત અને ચીન સહિત તેના 16 મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર્સ વિરુદ્ધ 'સેક્શન 301' હેઠળ નવી તપાસ શરૂ કરી છે. 'સેક્શન 301' અમેરિકાને એવા દેશો પર એકતરફી ટેક્સ વધારવાની શક્તિ આપે છે, જે તેની કંપનીઓને નુકસાન પહોંચાડી રહ્યા હોય. ગયા મહિને અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ, પ્રશાસન હવે નવા કાનૂની રસ્તાઓથી ટેરિફનું દબાણ પાછું બનાવવાની તૈયારીમાં છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. JKના પૂર્વ CM ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ, VIDEO: સુરક્ષા જવાનોએ તેમને બચાવ્યા, હુમલાખોરે કહ્યું- 20 વર્ષથી તેમને મારવા માંગતો હતો નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર બુધવારે રાત્રે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ. સદનસીબે, તેમને ગોળી વાગી નહીં. અધિકારીઓના જણાવ્યા મુજબ, ફારુક જમ્મુમાં એક લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ હતા. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તેમાં દેખાય છે કે 70 વર્ષીય હુમલાખોર કમલ સિંહ જામવાલ પાછળથી આવીને ફારુકના માથા પર રિવોલ્વર તાકી રહ્યો છે. સુરક્ષા જવાનોએ તાત્કાલિક હુમલાખોરનો હાથ હટાવ્યો, જેના કારણે હવામાં ફાયરિંગ થયું. સંપૂર્ણ સમાચાર વાંચો 6. વડોદરામાં ધોમધખતા તાપમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો:સુરતમાં ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાને આરે; તંત્રનો પૂરતા સ્ટોકનો દાવો ઘરેલું ગેસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરામાં આજે સતત બીજા દિવસે ગેસ એજન્સીની બહાર ગેસ લેવા માટે કતાર જોવા મળી હતી. વહીવટી તંત્ર દ્વારા પૂરતો જથ્થો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે. તો બીજી તરફ ખાણીપીણી માટે જાણીતા સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલતી તંગીને કારણે હજારો ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાની આરે આવી ગયો છે. ગેસના અભાવે અનેક દુકાનોના ચૂલા ઠરી જવાની ભીતિ સેવાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગાંજો વેચવા ગિફ્ટ સિટીમાં લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધો:રાજકોટનો યુવાન રોજનું 3,000 ભાડું ચુકવતો; 26 લાખનો ગાંજો, બે આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધિન દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા પછી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. એવામાં ગઈકાલે(11 માર્ચ) ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે ત્રાટકીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 26.11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડ(મૂળ રહે. દ્વારકા હાઇટ્સ, માધાપર ચોકડી પાસે, રાજકોટ, મૂળ વતની મોરબી) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આદિ કૈલાસ યાત્રા 1 મેથી શરૂ કરવાની તૈયારી:એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી પરમિટ મળશે; ગયા વર્ષે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રિપોર્ટ- ઈરાનમાં હજુ સરકાર પાડી નહીં શકે અમેરિકા:વર્તમાન લીડરશિપનો જનતા પર સંપૂર્ણ નિયંત્રણ; ટ્રમ્પ ટૂંક સમયમાં ઓપરેશન બંધ કરી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ગેસના બાટલાની કાળાબજારી, 900 રૂપિયાના સિલિન્ડરના ₹1800:કોમર્શિયલ સિલિન્ડરના ₹4000, એજન્સી સંચાલકો-દલાલો લોકોને લૂંટી રહ્યાં છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પ પાસે યુદ્ધ સમાપ્ત કરવાનો કોઈ પ્લાન નથી:ઈરાનની તાકાતનો ખોટો અંદાજ લગાવ્યો, ઓઈલ સપ્લાય ઠપ થશે એવું વિચાર્યું નહોતું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હવે નાના બાળકો પણ વાપરી શકશે વોટ્સએપ:મેટાએ પેરેન્ટ-મેનેજ્ડ મોડેલ રજૂ કર્યું; 13 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે હશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : BCCI ગિલને ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ આપશે:દ્રવિડને લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર મળશે; U-19 વર્લ્ડકપ જીતાડનાર મ્હાત્રે પણ સન્માનિત થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુની રાજાને શીખ:જ્યાં સુધી આપણે આપણા ગુરુનું મનથી સન્માન નહીં કરીએ, ત્યાં સુધી આપણને જ્ઞાનનો પૂરો લાભ મળી શકશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ યુદ્ધમાં ઈઝરાયલની ‘બોમ્બ શેલ્ટર ડેટિંગ’ એપ ઈરાન સાથેના જંગ વચ્ચે ઈઝરાયલમાં એક એપ ચર્ચામાં છે. મિસાઈલ સાયરન વાગતા જ લોકો શેલ્ટરમાં છુપાઈ જાય છે અને અવારનવાર કંટાળી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ એપ બનાવવામાં આવી છે, જેથી શેલ્ટરમાં હાજર સિંગલ લોકો આસપાસના સિંગલ્સ સાથે કનેક્ટ કરી શકે. જોકે, આને પ્રમોટ કરવા બદલ સરકારની ટીકા પણ થઈ રહી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : 100, 200, 500… માગો એટલી નકલી નોટની એજન્ટે આપી ગેરંટી: 1 લાખ અસલી સામે 10 લાખની રેલવે સ્ટેશને ડિલિવરી, કહ્યું- ગુજરાતથી ઘણા લેવા આવે છે 2. એક્સક્લૂસિવ: ભારતની સ્માર્ટ ડીલ, શાહબાઝ સરકારનો મેન્ટલ ટ્રોમા:પાકિસ્તાનમાં 'પેટ્રોલ બોમ્બ'થી જનતામાં રોષ, PAK પત્રકારે કહ્યું IMFમાંથી બહાર પણ થઇ શકે 3. પારકી પંચાત : ‘ગૃહ ખાવા માટે નથી’ શંકર ચૌધરી આકરા થયા:વિધાનસભામાં ધારાસભ્યોને ટોક્યા; રાજકોટમાં ગાંધીનગરથી નેતા આવ્યા, ફોટો પડાવ્યો ને ટોણો માર્યો 4. ભાસ્કર એક્સપ્લેનર : ભારત પાસે કેટલા દિવસનો LPG સ્ટોક બાકી છે:જો યુદ્ધ લાંબુ ખેંચાય તો સરકાર ક્યાંથી લાવશે રસોઈ ગેસ; તમારે શું કરવું જોઈએ 5. બ્લેકબોર્ડ: તેમને રિસર્ચ માટે લોહી જોઈએ છે, અમને રૂપિયા:પોતાના પર દવાઓનો ટ્રાયલ કરાવી છીએ, મોતની ઈચ્છા રાખીએ છીએ; બાળકોને 25 લાખ તો મળશે 6. RSS સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે:પ્રદેશ પ્રચારક પદ સમાપ્ત થશે, યુપી ચૂંટણીમાં પહેલો ટેસ્ટ; જાણો કેવું હશે નવું સ્ટ્રક્ચર 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: ધન રાશિને દરેક ડગલે નસીબનો સાથ મળશે, તુલા જાતકોની યોગ્યતાની ચોમેર પ્રશંસા થશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    Eight decades after Netaji disappeared, his daughter backs plea in SC for return of ashes
    Next Article
    ડ્રમમાંથી મળી આવી દારૂની 4498 બોટલો:દેણા બ્રિજ પાસે કટિંગ વેળા જ કન્ટેનર ભરેલો 23.06 લાખનો દારૂ પકડાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment