Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રમમાંથી મળી આવી દારૂની 4498 બોટલો:દેણા બ્રિજ પાસે કટિંગ વેળા જ કન્ટેનર ભરેલો 23.06 લાખનો દારૂ પકડાયો

    9 hours ago

    દેણા બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી કન્ટેનર અને પીકઅપમાં ભરેલા ડ્રમમાંથી રૂા.23.06 લાખની 4498 દારૂની બોટલો સાથે રૂા.36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે 4ની ધરપકડ કરી દારૂ મોકલનાર સુનિલ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂ વડોદરામાં કોણે મંગાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હરણી પીઆઈ એસ.વી.વસાવાએ જણાવ્યું કે, 11 માર્ચે બાતમી મળી હતી કે, દેણા બ્રીજથી ગોલ્ડન ચોકડી તરફ સર્વિસ રોડ ઉપર કન્ટેનરમાંથી પીકઅપમાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. પોલીસે ટ્રક અને વડોદરા પાસીંગની પીકઅપમાં ભરેલાં ડ્રમ તપાસતા રૂા.23.06 લાખનો દારૂ મળ્યો હતો. પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂા.36.19 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે પકડેલાં 4 આરોપીમાં અસીફખાન ઝુબેરખાન (હરીયાણા), હામિદહુસેન દિનમોહમ્મદ (હરીયાણા), અજમલહસન તાહિરહસન પઠાણ (છાણી), અતિકઅહેમદ વકિલઅહેમદ પઠાણ (ગોરવા)નો સમાવેશ થાય છે. ફતેગંજના બૂટલેગર જાવેદ એન્ડ કંપની દ્વારા શહેરમાં વર્ચસ્વ જમાવાયું એસએમસીએ શહેરના બુટલેગરો સામે ગુજસીટોક સહિત કડક કાર્યવાહી કરી હતી. પરીણામે શહેરમાં દારૂ સપ્લાય કરતી સિંધી ગેંગ વેરવિખેર થઈ હતી. જેનો લાભ ઉઠાવી મુસ્લિમ ગેંગ સક્રિય થઈ છે. જેમાં ઈમરાન દરબાર, ખાલીદ, રિયાઝ, જાવેદ, રાંકો અને કાલુ સહિત બુટલેગરોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. રેલ્વે દ્વારા દારૂનો જથ્થો શહેરમાં મંગાવતા હતાં. જેના અહેવાલો પ્રસિધ્ધ થતાં રેલ્વેમાંથી દારૂ મંગાવવાનું બંધ થયું છે. જ્યારે ફતેગંજના બુટલેગર જાવેદ એન્ડ કંપનીએ રોડમાર્ગે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને કહ્યું- શિપ માટે હોર્મુઝનો રસ્તો નહીં ખુલે; સિલિન્ડરનું બમણા ભાવે થતું વેચાણ; હાર્દિક પર તિરંગાના અપમાનનો કેસ
    Next Article
    અર્થરંગના ચોથા દિવસે વિદ્યાર્થીઓએ રજૂ કરી કળા:કોમર્સ ફેકલ્ટીના યૂથ ફેસ્ટમાં કલા, અભિનય અને નૃત્યના સંગમથી સ્ટુડન્ટ્સનો સ્ટેજનો ડર દૂર થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment