Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:જહાજો પર હુમલા બાદ મરીન ઇન્શ્યોરન્સ કંપનીઓએ વૉર રિસ્ક પ્રિમિયમ શરૂ કર્યું

    8 hours ago

    મધ્ય પૂર્વમાં રાતા સમુદ્ર અને પર્શિયન ગલ્ફ નજીક વધતી તણાવભરી સ્થિતિએ વૈશ્વિક દરિયાઈ વેપારને અસર કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધેલા સંઘર્ષ દરમિયાન વેપારી જહાજો અને વેસલ્સ પર મિસાઈલ તથા ડ્રોન હુમલાના બનાવો સામે આવ્યા છે. તેના કારણે શિપિંગ કંપનીઓ અને મરિન ઈન્શ્યોરન્સ કંપનીઓએ જોખમ વધ્યું હોવાનું માનતા કાર્ગો જહાજો માટે ‘વોર રિસ્ક પ્રિમિયમ’માં વધારો કર્યો છે. શિપિંગ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ સામાન્ય રીતે જહાજના મૂલ્યના આશરે 0.25 ટકા જેટલો વોર રિસ્ક પ્રિમિયમ લેવામાં આવતો હતો, જે હાલ કેટલાક જોખમી દરિયાઈ રૂટ પર 1 થી 1.5 ટકા સુધી પહોંચી ગયો છે. 100 મિલિયન ડોલર મૂલ્યના જહાજ માટે પહેલાં લગભગ 250,000 ડોલર (લગભગ 2 કરોડ રૂપિયાથી વધુ) પ્રિમિયમ લેવાતું હતું, જ્યારે હવે તે 1 મિલિયન ડોલરથી 1.5 મિલિયન ડોલર (લગભગ 8 કરોડથી 12 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત શિપિંગ લાઈન્સે કન્ટેનર દીઠ અલગ વોર સરચાર્જ પણ લાગુ કર્યો છે. તેમાં 20 ફૂટ કન્ટેનર માટે આશરે 2000 ડોલર (લગભગ 1.6 લાખ રૂપિયા) અને 40 ફૂટ કન્ટેનર માટે 3000 ડોલર (લગભગ 2.5 લાખ રૂપિયા) સુધીનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. વધેલા ઈન્શ્યોરન્સ અને સરચાર્જના કારણે આંતરરાષ્ટ્રીય ફ્રેઇટ રેટમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેનો સીધો પ્રભાવ ભારત સહિત ગુજરાતના નિકાસ વેપાર પર પડી શકે છે. ભારતમાં દરિયાઈ વેપારમાં ગુજરાતનો મહત્વનો હિસ્સો છે. રાજ્યના લગભગ 1600 કિમી લાંબા દરિયાકિનારા પર મોટા-નાના મળી 49 પોર્ટ કાર્યરત છે, જ્યાં દર વર્ષે હજારો કાર્ગો જહાજો અને વેસલ્સની અવરજવર થાય છે. મધ્ય પૂર્વમાં તણાવ વધતા શિપિંગ કંપનીઓ દ્વારા લેવામાં આવતું વધારાનું વોર રિસ્ક પ્રિમિયમ ગુજરાતમાંથી જતા માલના પરિવહન ખર્ચમાં વધારો કરી શકે છે. ઉદ્યોગકારો માનતા છે કે જો મધ્ય પૂર્વમાં તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો નિકાસ ખર્ચ વધવા ઉપરાંત શિપિંગ સમય અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પણ તેની અસર વધુ સ્પષ્ટ જોવા મળી શકે છે. ગુજરાતના મુન્દ્રા પોર્ટ, દિનદયાળ પોર્ટ, હજીરા પોર્ટ, દહેજ પોર્ટ અને પીપાવા પોર્ટ જેવા પોર્ટથી મોટા પ્રમાણમાં ટેક્સટાઈલ, સિરામિક, કેમિકલ, પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની નિકાસ થતી હોવાથી લોજિસ્ટિક્સ ખર્ચ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ હોર્મુઝની સામુદ્રધુનીથી કંડલા આવી રહેલા થાઈ કાર્ગો જહાજ પર ભીષણ મિસાઈલ હુમલો થયો હતો. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ખલીફા પોર્ટથી કાર્ગો ભરીને ગુજરાતના વ્યૂહાત્મક કંડલા બંદર તરફ આવી રહેલા થાઈલેન્ડના ધ્વજ ધરાવતા ‘મયુરી નરી’ નામના જહાજ પર હોર્મુઝની સામુદ્રધુની નજીક બે ભીષણ મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. બુધવારે સવારે થયેલા આ હુમલામાં જહાજના એન્જિન રૂમમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. જહાજ પર સવાર 23 થાઈ નાગરિકો પૈકી 20નો ઓમાનની રોયલ નેવીએ બચાવ કર્યો છે, જ્યારે ૩ ક્રૂ મેમ્બર હજુ પણ લાપતા હોવાથી ગંભીર ચિંતા ફેલાઈ છે. 1 સેન્ટના ભાવ તફાવતે પણ વેસલ બુકિંગ અટકે યુદ્ધની સ્થિતિ અને વધેલા જોખમને કારણે શિપિંગ માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. નિકાસકારોના જણાવ્યા મુજબ હાલ વેસલ બુકિંગ માટે કંપનીઓ ખૂબ કડક શરતો લાગુ કરી રહી છે. ઘણી વખત ફ્રેઇટ રેટમાં માત્ર 1 સેન્ટ (લગભગ 0.80 થી 0.85 રૂપિયા) જેટલો ભાવ તફાવત હોય તો પણ વેસલ બુકિંગ સ્વીકારવામાં આવતું નથી. ઉપરાંત શિપિંગ લાઈન્સ વેસલ બુકિંગ માટે માત્ર લગભગ 15 મિનિટનો સમય આપે છે. આ સમયગાળામાં બુકિંગ કન્ફર્મ ન થાય તો પછી વેસલ્સમાં જગ્યા ઉપલબ્ધ નથી એવો જવાબ આપવામાં આવે છે. ગુજરાતના પોર્ટ પર જહાજોની અવરજવર વિવિધ પોર્ટ પર દર વર્ષે લગભગ 4,800 મોટા કાર્ગો વેસલ્સ 1,000 નાના સેલિંગ વેસલ્સ કુલ મળીને 5,500 થી 6,000 જેટલી દરિયાઈ અવરજવર આંતરરાષ્ટ્રીય વેપારમાં મહત્ત્વની ભૂમિકા વોર રિસ્ક પ્રિમિયમ શું છે? યુદ્ધ, આતંકવાદ અથવા દરિયાઈ સુરક્ષા જોખમ વધે ત્યારે શિપિંગ અને મરિન ઈન્શ્યોરન્સ કંપનીઓ જહાજો અને કાર્ગો પર વધારાનો ઈન્શ્યોરન્સ ચાર્જ વસૂલે છે, જેને વોર રિસ્ક પ્રિમિયમ કહેવામાં આવે છે. આ પ્રિમિયમનો હેતુ હુમલા, જહાજને નુકસાન અથવા કાર્ગો ખોવાઈ જવાના જોખમને કવર કરવાનો હોય છે. યુદ્ધની સ્થિતિમાં આ ચાર્જ વધતા શિપિંગ ખર્ચમાં વધારો થાય છે. ગુજરાતના પોર્ટનું મહત્વ રાજ્યનો દરિયાકિનારો લગભગ 1600 કિલોમીટર લાંબો છે. 1 મેજર અને 48 નોન-મેજર મળી કુલ 49 પોર્ટ રાજ્યમાં આવેલા છે. ભારતના દરિયાઈ કાર્ગોમાં અંદાજે 35-40% હિસ્સો મુન્દ્રા પોર્ટ, દિનદયાળ પોર્ટ, હજીરા પોર્ટ, દહેજ પોર્ટ અને પીપાવાવ પોર્ટ મુખ્ય પોર્ટ છે
    Click here to Read More
    Previous Article
    US initiates Section 301 probe against India, China, 14 others
    Next Article
    ગંદા પાણીની ફરિયાદ ઉઠી:ફરામજી ચાલમાં ગંદું પાણી આવતાં 6 માસથી રહીશો કચરો ઠારી ઉપરનું પાણી પીવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment