Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકાની રિવ્યૂ બેઠકમાં મ્યુનિ. કમિશનરનું કડક વલણ:રસ્તાઓ પરનો ડામર પીગળતાં મ્યુનિ. કમિશનર ઉકળ્યા, અધિકારીઓને રેતી નખાવવા,કોન્ટ્રાક્ટરને દંડ કરવા તાકીદ

    12 hours ago

    શહેરમાં 3 દિવસથી પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે રોડ પરનો ડામર પીગળતાં વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની થઈ રહી છે. પાલિકાની બેઠકમાં રોડ પર ડામર પીગળવાની ઘટનામાં મ્યુનિ. કમિશનરે ગંભીરતા દાખવી છે. ઝોનના અધિકારીઓને રોડ પર ફરવા સાથે રેતીનો છંટકાવ કરવા અને કોન્ટ્રાક્ટરો સામે પેનલ્ટી વસૂલવા સુધીની કાર્યવાહી કરવા સૂચના આપી છે. શહેરમાં તાપમાનમાં એકાએક વધારો થતાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેની અસર હલકી ગુણવત્તાના રોડ પર પડી રહી છે. અનેક રોડ પર ડામર પીગળી જવાની ઘટના બાદ મ્યુનિ. કમિશનરે પણ પેનલ્ટી ફટકારવા સહિતની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ પણ નવાયાર્ડ અને અટલાદરા-કલાલી રોડ પર ડામર પીગળી જવાની ઘટના બની હતી. જેમાં માત્ર રેતી નાખી ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. પાલિકામાં મળેલી રિવ્યૂ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રોડ પર ડામર પીગળવાની ઘટનાને ગંભીર ગણાવી હતી. તેઓએ અધિકારીઓને ફીલ્ડમાં જઈ રોડનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તદુપરાંત જો ડામર પીગળે તો તેના પર રેતી છંટાવવા અને હલકી કક્ષાની કામગીરી હોય તો કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવા તાકીદ કરી છે. પાલિકા દ્વારા 100 રોડ પૈકી 56 રોડની સફાઈ કરાઈ પાલિકાની રિવ્યૂ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આગામી એક મહિનામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારને 12.50 કરોડ લિટર પાણી મળે તેની ચિંતા કરાઈ હતી. આ સિવાય 100 દિવસ-100 રોડની સફાઈ અભિયાન અંતર્ગત 56 રોડની સફાઈ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં વારંવાર રોડની સફાઈ કરવામાં આવશે. રિવ્યૂ બેઠકમાં વિશ્વામિત્રી નદી, સફારી પાર્ક, સ્વિમિંગ પુલ સહિત 20 મુદ્દા પર ચર્ચા કરાઈ રિવ્યૂ બેઠકમાં મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભવિષ્યમાં થનારા કામ અંગે ચર્ચા કરી હતી. તદુપરાંત આજવા સફારી પાર્ક, હાઈસ્પીડ રેલવે કોરિડોર વિસ્તારને ડેવલપ કરવાના, લિનિયર પાર્ક, એરપોર્ટ રોડ વિકસાવવો, સિટીનો માસ્ટર પ્લાન, 6 ટ્રાફિક કોરિડોર, કમાટીબાગ પ્લેનેટોરિયમને શરૂ કરવા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પુલ બનાવવા સહિત 20 કામો પર ચર્ચા કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    Morbi Political News | મોરબીમાં મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ।Congress | Protest | Gujarati News
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વડોદરા નજીકનાં RTOમાં ટેસ્ટ ટ્રેક શરૂ, ટેસ્ટ આપ્યા વિના લાઇસન્સ લેવા જનારા 2 હજાર લોકો અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment