Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીંગરોડ પર મોડી રાત્રે સામાન્ય રકઝક ઉગ્ર બની:નવસારીમાં ફ્રુટ ખરીદવા મુદ્દે બે પક્ષ વચ્ચે બબાલ, ચપ્પુ- પથ્થરથી હુમલો

    3 days ago

    નવસારી શહેરમાં જાહેરમાં ફ્રૂટ ખરીદવા બાબતે થયેલી સામાન્ય રકઝક ઉગ્ર બની હતી અને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં ચપ્પુ અને પથ્થરબાજી થતાં ત્રણથી વધુ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. નવસારી ટાઉન પોલીસે આ મામલે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીમાં ફરિયાદી સાદીકખાન સાબીરખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ભાઈ સલમાન અને સંબંધી ફારૂક ફ્રૂટ વિક્રેતા અઝમત ઝાયેદઅલીની લારી પર ફ્રૂટ ખરીદવા ગયા હતા. ફ્રૂટના ભાવ બાબતે બોલાચાલી થતા આરોપી અજમતે તેના મિત્રોને બોલાવી પથ્થર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફારૂકને માથામાં ગંભીર ઇજા થતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે સાદીકખાન અને સલમાનને પણ માથાના ભાગે ટાંકા આવ્યા છે. સામે પક્ષે ફ્રૂટ વિક્રેતા અઝમતઅલી ઝાયેદઅલી ખાને પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ફારૂક શેખ અને સલમાન ખાન ફ્રૂટ લેવા આવ્યા ત્યારે ભાવ બાબતે ગાળાગાળી કરી હતી. આ દરમિયાન સાદીકખાન પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્રણેયે ભેગા મળી વેપારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં વેપારી સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર હેઠળ છે. નવસારી ટાઉન પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મનપા એક્શન મોડમાં:નવસારીમાં વેરો ન ભરતા‎ 45 મિલકત સીલ કરાઇ‎
    Next Article
    બોર્ડની પરીક્ષા:ધો.12 વિ.પ્ર. સંસ્કૃત અને સા. પ્ર.માં SPCC ના પેપરો સરળ નીકળતા છાત્રોને હાશકારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment