Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો- ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા કોમામાં:ઈઝરાયલ-અમેરિકી હુમલામાં ઘાયલ થયા હતા; પિતાના અવસાન બાદ પદ સંભાળ્યું હતું

    9 hours ago

    મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની કોમામાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મુજતબા 28 ફેબ્રુઆરીએ ઈઝરાયલ-અમેરિકાની એર સ્ટ્રાઈકમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્રિટિશ મીડિયા 'ધ સન'ના રિપોર્ટ મુજબ, આ હુમલામાં મુજતબાને એટલી ગંભીર ઈજાઓ થઈ હતી કે તેમનો એક પગ કાપવો પડ્યો હતો અને પેટ-લિવરને પણ નુકસાન પહોંચ્યું છે. આથી તેઓ કોમામાં છે. મુજતબાએ પોતાના પિતા અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનીના અવસાન બાદ 9 માર્ચે સુપ્રીમ લીડરનું પદ સંભાળ્યું હતું. તેમની સ્થિતિ અંગે હજુ સુધી ઈરાન સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. બીજી તરફ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પજશકિયાન સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન પીએમએ મિડલ-ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા કરી. મોદીએ ક્ષેત્રમાં વધતા તણાવ, નાગરિકોના મોત અને સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. જયસ્વાલના નિવેદનની 4 મહત્વની વાતો... અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Tinder tries to win back Gen Z users with video speed dating feature, bets heavily on AI
    Next Article
    'બે દિવસથી મારી જાનને ખતરો, મોટી ભૂલ થઈ ગઈ':વડોદરામાં કેરળ સ્ટોરી-2 જેવી ખૌફનાક ઘટના, બે વર્ષ પહેલા જ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરનાર પીડિતાની દર્દનાક આપવીતી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment