Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી:મિડલ-ઈસ્ટમાં વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી, ભારતીય નાગરિકોની સુરક્ષા પર ચર્ચા કરી

    10 hours ago

    પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પજશકિયાન સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન પીએમએ મિડલ-ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા કરી. મોદીએ ક્ષેત્રમાં વધતા તણાવ, નાગરિકોના મોત અને સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે અત્યારે સૌથી વધુ જરૂરી એ છે કે ભારતીય નાગરિકો સુરક્ષિત રહે અને સામાન તેમજ ઉર્જાનો પુરવઠો કોઈ પણ અવરોધ વગર ચાલતો રહે. પીએમએ જણાવ્યું કે ભારત શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે અને તમામ પક્ષોને વાતચીત તેમજ રાજદ્વારી માધ્યમથી સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરે છે. આ અગાઉ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને ઈરાનના વિદેશ મંત્રીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વાર વાતચીત થઈ છે. જયસ્વાલના નિવેદનની 4 મહત્વની વાતો... અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    In Bengal, Mamata forms monitoring team, issues SOP for LPG distribution
    Next Article
    વડોદરા પોલીસે 2 દિવસમાં 2 કિશોરીને શોધીને પરિવારને સોંપી:સમતાથી ગુમ થયેલી માતા પિતા વિનાની 13 વર્ષની કિશોરીને ગણતરીના કલાકોમાં શોધીને દાદીને સોંપી, છાણીની 14 વર્ષની સગીરાને 120 કિમી દૂર અમદાવાદથી શોધી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment