Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા પોલીસે 2 દિવસમાં 2 કિશોરીને શોધીને પરિવારને સોંપી:સમતાથી ગુમ થયેલી માતા પિતા વિનાની 13 વર્ષની કિશોરીને ગણતરીના કલાકોમાં શોધીને દાદીને સોંપી, છાણીની 14 વર્ષની સગીરાને 120 કિમી દૂર અમદાવાદથી શોધી

    8 hours ago

    વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલા ધોરણ- 6માં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થીને મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપતા રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી, ત્યારબાદ ફોન પણ ઉપાડતી ન હોવાથી માતા-પિતા સહિતનો પરિવાર ચિંતિત બન્યો હતો. છાણી પોલીસને જાણ કરતા પોલીસે આખી રાત દોડધામ કરીને સગીરાને શોધી કાઢી હતી અને સગીર દીકરીને ગણતરીના કલાકોમાં 120 કિમી દૂર અમદાવાદ CTM ચાર રસ્તા પાસેથી શોધી કાઢી તેને તેના માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. બીજી તરફ વડોદરા શહેરના સમતા ગ્રાઉન્ડ વિસ્તારમાંથી પોતાના વાલી-વારસની જાણ બહાર નીકળી ગયેલી એક 13 વર્ષીય કિશોરીને વડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવી માનવીય અભિગમ સાથે સરાહનીય કામગીરી કરી છે. 13 વર્ષની બાળકી ઘરેથી નીકળી ગઈ વડોદરા શહેરના સમતા ગ્રાઉન્ડ વિસ્તારમાંથી આશરે 13 વર્ષની એક બાળકી અચાનક ગુમ થઈ હતી. આ બાબતની જાણ પોલીસને થતા જ ગોરવા પોલીસ સ્ટેશન, મકરપુરા પોલીસ સ્ટેશન અને ઝોન-1 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો સચોટ ઉપયોગ બાળકીને શોધવા માટે પોલીસે સમય સૂચકતા વાપરી તુરંત જ બાળકીના નામ અને ફોટા સાથેનું એક પોસ્ટર તૈયાર કર્યું હતું. આ પોસ્ટરને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા ગ્રુપોમાં વ્યાપકપણે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પોલીસની આ વ્યૂહરચના કારગત નીવડી હતી અને ટૂંકા સમયમાં જ બાળકીની ભાળ મળી ગઈ હતી. પોલીસની પ્રશંસનીય કામગીરી બાળકી મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને સુરક્ષિત રીતે તેના વાલી-વારસને સોંપી હતી. પોતાના વ્હાલસોયી દીકરીને હેમખેમ પાછી મેળવતા પરિવારે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ગોરવા પોલીસ, LCB ઝોન 1 અને મકરપુરા પોલીસની આ સંયુક્ત અને ઝડપી કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે કામગીરીની નોંધ લીધી છે. તેમણે છાણી પોલીસ, ગોરવા પોલીસ અને ખાસ કરીને LCB ઝોન-1ની ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ ટીમોને પ્રશંસા પત્ર અને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. DCP ઝોન 1 જે એમ ચાવડાએ જણાવ્યું હતું કે, આ બાળકી તેના દાદી સાથે રહે છે, તેના માતા-પિતા નથી. તે માનસિક રીતે અસ્થિર હોવાથી ગઈકાલે રાત્રે ઘરેથી નીકળી ગઈ હતી અને એક રિક્ષામાં બેસી ગઈ હતી. આજે બપોર સુધીમાં તે મકરપુરા વિસ્તારમાંથી મળી આવી હતી. બાળકી ગુમ થયાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ચાર અલગ-અલગ ટીમો બનાવી હતી. અમે સોશિયલ મીડિયાનો પણ વ્યાપક ઉપયોગ કર્યો અને મેસેજ વાયરલ કર્યા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે તે રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશન તરફ ગઈ હતી. અંતે, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક પોલીસની મદદથી તેને મકરપુરા પાસેથી શોધી લેવામાં આવી હતી. બીજી ઘટનામાં છાણી વિસ્તારમાં કિશોરી ઘરેથી નીકળી ગઈ હતી બે દિવસ પહેલા રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં સગીરાના પિતા છાણી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની ધોરણ-6માં અભ્યાસ કરતી દીકરી રાત્રે આશરે 12:30 વાગ્યે ઘરેથી નીકળી ગઈ છે અને ફોન પણ ઉપાડતી નથી. આ બાબતની ગંભીરતા સમજીને ડીસીપી ઝોન 1 જે એમ. ચાવડાની ચૂચનાથી પી.આઈ આર.એલ. પ્રજાપતિએ તાત્કાલિક પોલીસ ટીમને સક્રિય કરી દીકરીના મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી હતી. શરૂઆતમાં લોકેશન દેના બ્રિજ અને ત્યારબાદ એરફોર્સ બ્રિજ વિસ્તારનું મળ્યું હતું. ત્યારબાદ લોકેશન કરજણ તરફ જતા હોવાને કારણે કરજણ ટોલનાકા અને કરજણ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. આગળ મળેલા લોકેશન મુજબ દીકરી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ જતા હોવાની જાણ થતા રામોલ પોલીસ સ્ટેશન તથા હાઈવે ટોલ નાકાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. છાણી પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોસ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈને દીકરીને શોધવા માટે તેના માતા-પિતા સાથે અમદાવાદ તરફ રવાના કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના CTM ચાર રસ્તા નજીક દીકરીનું લોકેશન મળતા પોલીસ દ્વારા તપાસ કરતા અંતે દીકરી સવારે 6 વાગે મળી આવી હતી. જેથી દીકરી મળી આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને માતા-પિતાએ છાણી પોલીસ સ્ટેશનની કામગીરી માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ દીકરીને સુરક્ષિત રીતે વડોદરા પરત લાવી તેની યોગ્ય કાઉન્સેલિંગ કર્યા બાદ તેને માતા-પિતાને સોંપવામાં આવી છે. ડીસીપી ઝોન 1 જે એમ ચાવડાએ જણાવ્યું હતું કે, માતાપિતા સાથે ભાવનાત્મક જોડાણ તૂટી જવાને કારણે હવે કિશોરો ઘરેથી ભાગી જવાના કિસ્સાઓ સામાન્ય બની ગયા છે. અમારી પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે કિશોરી અને તેના માતાપિતા વચ્ચે મોબાઇલ ફોનના ઉપયોગને કારણે મતભેદો ઉભા થયા હતા. અમે પહેલા કિશોરીને તેના માતાપિતાને સોંપી છે અને તેમને ઘરે મોકલી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી:મિડલ-ઈસ્ટમાં વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી, ભારતીય નાગરિકોની સુરક્ષા પર ચર્ચા કરી
    Next Article
    China's New 'Ethnic Unity' Law Sparks Alarm In Taiwan, Raises Fears of Legal Crackdown

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment