Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક:રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં વોર્ડવાઈઝ અધિકારીઓને જવાબદારી સોંપાઈ

    12 hours ago

    ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર સંબંધિત જિલ્લાઓ અને નગરપાલિકાઓના વોર્ડ માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણય ભારતના બંધારણના અનુચ્છેદ 243 (ક) તેમજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ અને સંબંધિત નિયમો હેઠળ લેવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ મુજબ અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ સહિતના જિલ્લાઓની નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મામલતદાર કચેરીના અધિકારીઓને જવાબદારી સોંપાઈ અમદાવાદ જિલ્લામાં બોપલ, વિરમગામ અને ધોળકા નગરપાલિકાના વોર્ડ નં.1 માટે ચૂંટણી અધિકારી તરીકે મામલતદાર કચેરીના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે સંબંધિત મામલતદારને નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીઓના નામનું લિસ્ટ જોવા ક્લિક કરો અમરેલી જિલ્લામાં અમરેલી, બાબરા, બગસરા, ધારી અને સાવરકુંડલા નગરપાલિકાઓના વોર્ડ માટે જિલ્લા પંચાયત અને વિવિધ વિભાગોના અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. સાથે જ મદદનીશ ચૂંટણી અધિકારીઓ તરીકે મામલતદાર અને અન્ય પ્રશાસનિક અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે. પ્રાંત અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ નિયુક્ત અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ નગરપાલિકા માટે પણ પ્રાંત અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં ઉમરેઠ, બોરસદ, પેટલાદ, સોજિત્રા અને આણંદ નગરપાલિકાઓમાં પણ વિવિધ વિભાગોના અધિકારીઓને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે ઉપરાંત કચ્છ જિલ્લાના ભુજ નગરપાલિકામાં પણ ચૂંટણી પ્રક્રિયા સંચાલન માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓ ચૂંટણી સંબંધિત તમામ કામગીરી સંભાળશે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકથી આવનારી નગરપાલિકા ચૂંટણી માટેની પ્રશાસનિક તૈયારીઓ તેજ બનવાની શક્યતા છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે આ અધિકારીઓ ચૂંટણી સંબંધિત તમામ કામગીરી સંભાળશે.
    Click here to Read More
    Previous Article
    'બે દિવસથી મારી જાનને ખતરો, મોટી ભૂલ થઈ ગઈ':વડોદરામાં કેરળા સ્ટોરી-2 જેવી ખૌફનાક ઘટના, બે વર્ષ પહેલા જ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરનાર પીડિતાની દર્દનાક આપવીતી
    Next Article
    નકલી ચલણી નોટોનો કારોબાર પકડાયો:ભારતીય બનાવટની 38 ડુપ્લીકેટ નોટ સાથે શખ્સ ઝડપાયો, બજારમાં કેટલી કરન્સી ઘૂસાડી તે અંગે તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment