Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોષિતની આજીવન કારાવાસની સજા યથાવત:દાહોદમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગળું દબાવતા મૃત્યુ નીપજ્યું હતું

    10 hours ago

    13 વર્ષીય સગીરા સાથે રેપ બાદ તેની હત્યાના મામલે આરોપી મુકેશ ચમકાને આજીવન કેદની સજાને હાઇકોર્ટે યથાવત રાખી છે. આ મામલે આરોપી દ્વારા વર્ષ 2014માં દાહોદની ટ્રાયલ કોર્ટે આપેલા આજીવન કેદના ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ હાઇકોર્ટે ફગાવી કાઢી હતી. ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર આરોપીના દોષને સાબિત કર્યો હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસમાં એકંદરે વિચારણા કરતાં એવું જાણવા મળ્યું છે કે સાંયોગિક પુરાવાઓની સાંકળ સંપૂર્ણ અને અખંડ છે. જે સ્પષ્ટપણે અપીલકર્તાના અપરાધ તરફ નિર્દેશ કરે છે. જેને ફરિયાદી અને છેલ્લે જોનારા સાક્ષી, FIR, તબીબી પુરાવા, FSL રિપોર્ટ્સ અને અપીલકર્તાના ગુના પછીના વર્તન સહિત મુખ્ય સાક્ષીઓની સુસંગત જુબાનીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ફરિયાદ પક્ષના કેસને નબળી પાડતી કોઈ વિરોધાભાસી કે વિસંગતતા ભરેલી સામગ્રી મળી આવી નથી. ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર આરોપીના દોષને સાબિત કર્યો છે. તેથી અપીલમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી. આરોપીએ આચરેલી ક્રૂરતાથી તેના બદ ઈરાદો સ્પષ્ટ આ મામલે હાઈકોર્ટે IPCની કલમ 376 અને 302 હેઠળના ગુના માટે આરોપી પર લાદવામાં આવેલી સજા અને આજીવન કેદની સજાને બહાલી આપી છે. સાથે જ દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે. હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે હુમલાની ક્રૂરતા અને દુષ્કર્મ પછી ગળું દબાવવાના કૃત્યથી સ્પષ્ટપણે હત્યાનો ઈરાદો અથવા ઓછામાં ઓછું મૃત્યુ સંભવિત પરિણામ હોવાનું કોર્ટને જાણવા મળ્યું છે. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આરોપીની અપીલ ફગાવી દેતા અવલોકન કર્યું હતું કે આરોપીએ આચરેલી ક્રૂરતાથી તેના બદ ઈરાદો સ્પષ્ટ થાય છે. ખેતરમાં શરીરે ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આ કેસમાં ફરિયાદ પક્ષનો એવો આક્ષેપ હતો કે પીડિતાએ ગામમાં મોડી રાત્રે યોજાયેલા એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ સમાપ્ત થયા પછી આરોપી પીડિતાને તે સ્થળેથી લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બીજા દિવસે સવારે પીડિતા નજીકના ખેતરમાં શરીરે ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આવી હતી. તેથી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, અને પોલીસે કલમ 376 અને 302 IPC હેઠળ FIR નોંધી હતી. તપાસ દરમિયાન, પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનાના સ્થળનો પંચનામું તૈયાર કર્યું હતું. કપડાં અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી અને સામગ્રીને ફોરેન્સિક તપાસ માટે મોકલી હતી. બંને ગુનાઓમાં આજીવન કેદની સજા ફટકારી તપાસમાં સાક્ષીઓના નિવેદનો નોંધવા, તબીબી તપાસ કરાવવા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ મેળવવાનો પણ સમાવેશ થતો હતો. આ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓ સામે કલમ 376 અને 302 IPC હેઠળ ગુનાઓ માટે આરોપો ઘડ્યા હતા. ટ્રાયલ પછી કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને બંને ગુનાઓ માટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
    Click here to Read More
    Previous Article
    હીટવેવની આગાહીને લઈને શાળા તંત્ર એલર્ટ:સ્કૂલ સંચાલકો માટે જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની સૂચનાઓ
    Next Article
    Hardeep Puri Tells Lok Sabha | "ભારતમાં પેટ્રોલ-ડિઝલની કોઈ અછત નહીં" | petrol and diesel | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment