Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીટવેવની આગાહીને લઈને શાળા તંત્ર એલર્ટ:સ્કૂલ સંચાલકો માટે જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની સૂચનાઓ

    1 day ago

    રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે ત્યારે શહેરમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હીટવેવ 2026ની તૈયારીઓના ભાગરૂપે શાળાઓને કેટલીક ખાસ સૂચનાઓનું પાલન કરવા આદેશ અપાયો છે. સ્કૂલના આચાર્યને સ્થાનિક સ્તરે નિર્ણય લેવા જણાવાયું શાળાઓએ શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીઓને હીટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવું. ઉનાળા દરમિયાન કોઈપણ પ્રકારના ઓપન-એર (ખુલ્લામાં) વર્ગો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બાલવાટિકા અને ધોરણ-1થી 8ના બાળકો માટે સ્કૂલનો સમય બપોરે 12 વાગ્યા સુધી રાખવો હિતાવહ છે, જે અંગે સ્કૂલના આચાર્યને સ્થાનિક સ્તરે નિર્ણય લેવા જણાવાયું છે. આ ઉપરાંત હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પરીક્ષાર્થીઓ માટે ઠંડા પાણીની સુવિધા, હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લીધે દીપિકા પાદુકોણને નુકસાન!:ફ્લાઇટ્સ પ્રભાવિત થતા પેરિસની મોટી ઇવેન્ટ છૂટી; સુરક્ષાના કારણે છેલ્લી ઘડીએ નિર્ણય લેવાયો
    Next Article
    દોષિતની આજીવન કારાવાસની સજા યથાવત:દાહોદમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગળું દબાવતા મૃત્યુ નીપજ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment