Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન ગેમિંગના નવા કાયદા હેઠળ ગુજરાતમાં પ્રથમ ગુનો નોંધાયો:'ઓલ પેનલ' વેબસાઈટથી સુરતમાં ચાલતું નેટવર્ક, મોટા વરાછાના ખેની બ્રધર્સની ધરપકડ

    1 day ago

    ગુજરાતમાં ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી પર અંકુશ લાવવા માટે અમલમાં આવેલા નવા કાયદા હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે. રાજ્યનો આ પ્રકારનો સૌ પ્રથમ કેસ સુરતમાં નોંધીને પોલીસે મોટા વરાછા વિસ્તારમાંથી બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને ભાઈઓ વેબસાઈટના માધ્યમથી ક્રિકેટ સટ્ટો અને કેસિનો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. 'ઓનલાઇન ગેમિંગ એક્ટ-2025' હેઠળ કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન જુગાર અને સટ્ટાબાજીને રોકવા માટે 'The Promotion and Regulation of Online Gaming Act-2025' અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા કાયદાની કલમ-9 મુજબ સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલો ગુનો સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મોટા વરાછાના 'ખેની બ્રધર્સ'ની ધરપકડ સાયબર ક્રાઇમ સેલે મોટા વરાછામાં આવેલા સુદામા ચોક પાસેની 'આવિષ્કાર હાઇટ્સ'માં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે જીગ્નેશ ભીમજીભાઈ ખેની (ઉ.વ. 40) અને તેના ભાઈ કેયુર ભીમજીભાઈ ખેની (ઉ.વ. 36)ની અટકાયત કરી છે. આ બંને મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના પરવડી ગામના વતની છે અને સુરતમાં વેપારની આડમાં ઓનલાઇન સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. તેમની પાસેથી ચાર મોંઘા દાટ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. 'ઓલ પેનલ' વેબસાઈટ દ્વારા ચાલતો ખેલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને ભાઈઓ વોન્ટેડ આરોપી 'ગોલ્ડી' નામના શખસના સંપર્કમાં હતા. ગોલ્ડી પાસેથી તેઓ www.allpanelexch.app નામની વેબસાઈટના આઈડી અને પાસવર્ડ મેળવતા હતા. આ વેબસાઈટ પર ક્રિકેટ મેચનો સટ્ટો અને કેસિનોની વિવિધ ગેમ્સ ઉપલબ્ધ હતી. આરોપીઓ આ આઈડી પોતાના ગ્રાહકોને આપી તેમની પાસેથી રોકડમાં નાણાં ઉઘરાવતા હતા. મોબાઈલમાંથી મળ્યા સટ્ટાના પુરાવા ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કુલ 1.80 લાખની કિંમતના 4 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસમાં અનેક ગ્રાહકોના આઈડી, પાસવર્ડ અને નાણાકીય વ્યવહારના સ્ક્રીનશોટ મળી આવ્યા છે. આરોપીઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કેવી રીતે લોકો પાસે જુગાર રમાડતા હતા તેના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. ઓનલાઇન જુગારના નેટવર્ક પર પોલીસની વોચ સુરત પોલીસના જણાવ્યા અનુસાર, નવા કાયદા હેઠળ હવે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પૂરું પાડનાર અને રમનાર બંને વિરુદ્ધ કડક જોગવાઈઓ છે. હાલમાં પોલીસ આ કેસમાં વોન્ટેડ 'ગોલ્ડી'ની શોધખોળ કરી રહી છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એજન્ટો અને મોટા માથાઓની પણ ધરપકડ થવાની શક્યતા છે. સાયબર સેલે નાગરિકોને આવી ગેરકાયદેસર વેબસાઈટથી દૂર રહેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વર્લ્ડ હેરિટેજ સિટીના જતન માટે AMCનું વિશેષ અભિયાન:સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નિષ્ણાંતો અને શહેરીજનો વચ્ચે હેરિટેજ સંરક્ષણ મુદ્દે ગહન ચિંતન
    Next Article
    વાપી દુષ્કર્મ કેસ: આરોપીની જામીન અરજી નામંજૂર:સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment