Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં અકસ્માત થયેલી બસમાં રિપેરિંગ સમયે આગ:ગેસ વેલ્ડિંગ સમયે તણખલો ઉડતા આખી બસ બળીને ખાખ, ફાયર બ્રિગેડ આગ ઉપર મેળવ્યો કાબૂ

    11 hours ago

    દાહોદ હાઈવે પર ગઈકાલે પલટી ગયેલી એક ખાનગી લક્ઝરી બસમાં આજે રિપેરિંગ દરમિયાન ભીષણ આગ ફાટી નીકળી હતી. ગેસ વેલ્ડિંગ કરતી વખતે તણખલો ઉડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના દાહોદ હાઈવે પર બની હતી. ગઈકાલે એક ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડ પરથી નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બસ રોડની નીચે ખાડામાં પડી હતી. આજે બસના માલિક દ્વારા ક્રેઈન અને મિકેનિક્સની મદદથી બસને રોડ પર લાવવાની અને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બપોરના સમયે જ્યારે બસના ટાયરો બદલવાની અને અમુક ભાગોને છૂટા પાડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ગેસ વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાતાવરણમાં હવાનું જોર વધુ હોવાથી વેલ્ડિંગમાંથી નીકળેલી તણખલી બસના જ્વલનશીલ ભાગો સુધી પહોંચી ગઈ. પવનના કારણે આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. થોડી જ વારમાં બસનો મોટાભાગનો હિસ્સો બળીને ભડથું થઈ ગયો હતો.ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દોડી આવી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. સદનસીબે, આગ લાગી ત્યારે બસમાં કોઈ મુસાફરો ન હતા અને બસ રોડની નીચે હોવાથી અન્ય વાહનોને અસર થઈ ન હતી. આ ઘટનામાં કોઈ માનવ જાનહાનિ થઈ નથી, પરંતુ બસ માલિકને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતથી મોરેશિયસ તરફ મોટી છલાંગ:'મોરેશિયસ ધ ગેટવે ટુ આફ્રિકા' કાર્યક્રમમાં 20 ઉદ્યોગકારોનું ભારત-મોરેશિયસ બિઝનેસ ડેલિગેશન જાહેર, આફ્રિકન બજારોમાં વિસ્તરણની તકો પર ભાર
    Next Article
    Arvalli Commercial gas shortage | અરવલ્લીમાં કોમર્શિયલ ગેસ કપાતના કારણે ભારે મુશ્કેલી! | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment