Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર પાલિકાની છેલ્લી ખાસ સામાન્ય સભા યોજાઈ:મંગળવારથી વહીવટદારનું શાસન શરૂ થશે

    8 hours ago

    હિંમતનગર નગરપાલિકાની છેલ્લી ખાસ સામાન્ય સભા ગુરુવારે યોજાઈ હતી. આ સભામાં 36 સદસ્યોમાંથી માત્ર 21 સદસ્યો હાજર રહ્યા હતા. સોમવારે વર્તમાન બોડીનો કાર્યકાળ પૂરો થતાં મંગળવારથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન શરૂ થશે. આ સભા ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલમાં ગુરુવારે સાંજે 4.30 કલાકે પ્રમુખ વિમલ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ, ઉપપ્રમુખ સવજીભાઈ, વર્ષાબેન સુથાર, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, અન્ય સદસ્યો અને વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના એક સદસ્ય ગેરહાજર રહ્યા હતા. સોમવારે સાંજે પાલિકા સદન આગળ યાદગીરીનો છેલ્લો ફોટો સેશન થશે. આગામી સમયમાં હિંમતનગર રીવરફ્રન્ટ ફૂડ કોર્ટ સેક્શનમાં 350 થી 400 લોકોની સર્ક્યુલર સીટિંગ કેપેસિટી સાથે એમ્ફીથિયેટર અને સ્ટેજ ફેસિલિટી વિકસાવવામાં આવશે. હિંમતનગર હાટ માટે નિર્ધારિત શેડ એરિયાનું નવીનીકરણ કરાશે, જેથી પ્રદર્શની અને એક્ઝિબિશન માટે જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે. ખાણીપીણી વિસ્તારની બાજુમાં આવેલી 6000 ફૂટની જગ્યામાં ઇવેન્ટ સેન્ટર પણ વિકસાવવામાં આવશે. બોર અને સંપ પર સોલાર પેનલ લગાવવામાં આવશે, જેનાથી વીજળી બિલમાં ઘટાડો થશે. ભોલેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં આવેલા અંતિમધામના નવીનીકરણ અને આધુનિકીકરણનું પણ આયોજન કરાયું છે. વ્યવસાય વેરાના નિયમોનું સરળીકરણ પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    9 land animals you didn’t know were natural-born swimmers
    Next Article
    પાથરણાવાળાએ મ્યુ. કમિશનર કચેરીને ઘેરી, પોલીસની ટીંગાટોળી:ગેટ બંધ કરાતા મામલો ઉગ્ર બન્યો; મહિલાએ રડતા-રડતા કહ્યું-હપ્તા આપે તેનો માલ ન ઉઠાવે, મારો ઠાકર ન્યાય કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment