Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીની નજર સામે પતિને તલવાર મારી:શહેરમાં પૈસાની લેતીદેતીમાં મિત્રનો યુવક પર જીવલેણ હુમલો, બન્ને હાથમાં ગંભીર ઈજા

    9 hours ago

    ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીની જૂની અદાવતને કારણે મિત્રએ મિત્ર પર તલવારથી જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. સદામ શેખ નામના શખસે તેના મિત્ર રવિભાઈ પર તેમની પત્નીની હાજરીમાં જ તલવારથી હુમલો કરતા તેમને બન્ને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે નિલમબાગ પોલીસે સદામ શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૈસાની લેતીદેતીમાં બંને વચ્ચે બોલાચાલી નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ કુંભારવાડા અમર સોસાયટીમાં રહેતા રવિભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.36) એ ફરિયાદ નોંધાવી હતી કે, આશરે બે વર્ષ પહેલા તેમના મિત્ર સદામભાઈ ચાંદભાઈ શેખ (રહે. ચાવડીગેટ મીર્ઝા લાઈટની બાજુમાં, ભાવનગર) સાથે પૈસાની લેતીદેતીનો વ્યવહાર હતો. તે દરમિયાન પૈસાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા સંબંધોમાં તણાવ સર્જાયો હતો અને ત્યારબાદ આજદીન સુધી તેઓ એકબીજા સાથે બોલતા ન હતા. પત્નીની નજર સામે પતિ પર તલવારથી હુમલો ગત રાત્રે રવિભાઈ પોતાની પત્ની સાથે દુકાનેથી સ્કૂટર પર ચાવડીગેટ મીર્ઝા લાઈટ પાસે આવેલી વેલ્ડિંગ રિપેરીંગની દુકાને કામસર ગયા હતા અને ત્યાં દુકાન માલિક સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે સદામ ચાંદભાઈ શેખ, જે દુકાનની બાજુમાં જ રહે છે, પોતાના ઘરમાંથી તલવાર લઈને આવ્યા અને રવિભાઈ પર તલવારથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન રવિભાઈના બન્ને હાથ પર તલવારના ઘા માર્યા હતા. પોલીસે સદામ શેખ સામે ગુનો નોંધ્યો હુમલા વખતે “મારા ઉપર ખોટો કેસ શા માટે કર્યો?” એમ કહી ધમકી આપી હતી. બાદમાં સદામ શેખ ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત રવિભાઈ પોતાની પત્ની સાથે સ્કૂટર પર સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે સદામ ચાંદભાઈ શેખ રહે. ચાવડીગેટ, ભાવનગર સામે BNS કલમ 118(1) તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં LPG સિલિન્ડરની અછત રોકવા કલેક્ટરની બેઠક:25 દિવસના અંતરે જ બીજું સિલિન્ડર બુકિંગ, કાળાબજારીઓ સામે થશે કાર્યવાહી
    Next Article
    પાણી ભરેલા ખાડામાંથી EX આર્મીમેનની લાશ મળી:ઘરેથી અંગત કારણોસર નીકળ્યા બાદ મૃતદેહ મળ્યો, પોલીસે પંચનામુ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment