Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં LPG સિલિન્ડરની અછત રોકવા કલેક્ટરની બેઠક:25 દિવસના અંતરે જ બીજું સિલિન્ડર બુકિંગ, કાળાબજારીઓ સામે થશે કાર્યવાહી

    11 hours ago

    દાહોદ જિલ્લામાં ઘરેલું LPGના પુરવઠાની અછતને રોકવા માટે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્ય પૂર્વની અસ્થિર પરિસ્થિતિને કારણે LPGના પુરવઠાને સુનિશ્ચિત કરવા અને કાળાબજારી અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના સૂચન મુજબ, મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઘરેલું LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. કલેક્ટરે તમામ સેલ્સ ઓફિસરોને હાજર રાખીને વિગતવાર સૂચનાઓ આપી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહકને બે LPG સિલિન્ડરના બુકિંગ વચ્ચે ઓછામાં ઓછા ૨૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો કડક અમલ કરવામાં આવશે જેથી દરેકને સમયસર અને નિયમિત પુરવઠો મળી રહે. કલેક્ટરે વધુમાં ચેતવણી આપી હતી કે, LPGનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ અને નક્કી કરેલ કિંમત કરતાં વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કાયદાકીય ગુનો છે. આવી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ફોજદારી પગલાં લેવામાં આવશે. જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયાએ જણાવ્યું હતું કે, તમામ ગેસ એજન્સીઓએ વિતરણ સુવ્યવસ્થિત રીતે કરવું જરૂરી છે. કોઈપણ વિસ્તારમાં અછત જણાશે તો તાત્કાલિક તપાસ કરીને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગેસ એજન્સીઓએ ગ્રાહકોની ફરિયાદોનું પણ ત્વરિત નિવારણ કરવું જોઈએ. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા સહિત તમામ સેલ્સ ઓફિસરો હાજર રહ્યા હતા. કલેક્ટરે આ તમામ સૂચનાઓનો કડક અમલ કરવા અને જિલ્લામાં LPGની કોઈ અછત ન થાય તેની સતત મોનિટરિંગ કરવાની સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    પાથરણાવાળાએ મ્યુ. કમિશનર કચેરીને ઘેરી, પોલીસની ટીંગાટોળી:ગેટ બંધ કરાતા મામલો ઉગ્ર બન્યો; મહિલાએ કહ્યું-હપ્તા આપે તેનો માલ ન ઉઠાવે, મારો ઠાકર ન્યાય કરશે
    Next Article
    પત્નીની નજર સામે પતિને તલવાર મારી:શહેરમાં પૈસાની લેતીદેતીમાં મિત્રનો યુવક પર જીવલેણ હુમલો, બન્ને હાથમાં ગંભીર ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment