Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિત્રોએ જ પાઈપ-બેલ્ટથી માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો:ડિંડોલીમાં પાસાના આરોપીને મિત્રોએ ઘરેથી લઈ જ માર માર્યો, લોહીલુહાણ હાલતમાં પરત મૂકી ગયા બાદ મોત

    12 hours ago

    ડિંડોલી પોલીસ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 2 વખત જેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તેવા રીઢા ગુનેગાર ધીરજની તેના જ મિત્રોએ નિર્મમ હત્યા કરી નાખી છે. જ્ઞાન ભારતી હિન્દી સ્કૂલની સામે આવેલા રામદેવનગર ખાતે બનેલી આ ઘટનામાં 5થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ધીરજને તેના જ અંગત મિત્રોએ પાઈપ અને બેલ્ટના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ ત્રણેય આરોપી ફરાર છે. મિત્રો ઘરેથી લઈ જઈ ઢોર માર માર્યો અને પરત ઘરે મૂકી ગયા ઘટનાની વિગત એવી છે કે, રામદેવનગરમાં રહેતા ધીરજ નામના યુવકને તેના જ ત્રણ મિત્રો ઘરેથી બોલાવીને બહાર લઈ ગયા હતા. આ ત્રણેય શખસોએ ધીરજને કોઈ અવાવરું જગ્યાએ લઈ જઈ પાઇપ અને બેલ્ટ જેવા હથિયારો વડે બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો. માર માર્યા બાદ ગંભીર હાલતમાં ધીરજને તેના જ મકાનમાં પરત મૂકીને શખસો ફરાર થઈ ગયા હતા. મકાનમાં લાવવામાં આવ્યો ત્યારે ધીરજ જીવિત હતો, પરંતુ શરીર પર થયેલા ગંભીર ઈજાઓના કારણે ટૂંક જ સમયમાં તેનું કરુણ મોત નિપજ્યું હતું. સોનુ અને શનિ નામના શખસો સામે હત્યાની આશંકા ડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હત્યા પાછળ સોનુ અને શનિ નામના બે શખસો સહિત કુલ ત્રણ લોકો સામેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધીરજ અને આ શખસો વચ્ચે કોઈ બાબતે અણબનાવ ચાલી રહ્યો હતો. આ જૂની અદાવતનો બદલો લેવા માટે આયોજનબદ્ધ રીતે મિત્રોએ જ ધીરજને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું અનુમાન છે. હાલમાં સોનુ અને શનિ સહિતના અતુલ નામના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. મૃતક ધીરજ સામે પાંચથી વધુ ગુના દાખલ હત્યાનો ભોગ બનનાર ધીરજ પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. તેની સામે અગાઉ લૂંટ, મારામારી જેવા પાંચથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે ડિંડોલી પોલીસે તેને બે વખત પાસા હેઠળ જેલમાં પણ મોકલ્યો હતો. મૃતક ધીરજ સિંહ હત્યા કેસમાં આરોપી શની વિજય ચૌહાણ, અતુલ સિંહ બિહારી અને સોનુ ઉર્ફે સોનુ વર્માની શોધખોળ ડિંડોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં પાઇપ અને બેલ્ટના નિશાનો મળ્યા ઘટનાની જાણકારી મળતા જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રૂમની અંદર સઘન તપાસ હાથ ધરતા મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. ધીરજના શરીર પર પાઇપ અને બેલ્ટ વડે ફટકારવામાં આવ્યો હોય તેવા ઊંડા ઘા હતા. આરોપીઓએ એટલી હદે ક્રૂરતા દાખવી હતી કે યુવક લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. પોલીસે પંચનામાની વિધિ પૂર્ણ કરી મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આરોપીઓની શોધખોળ શરૂ ડિંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મૃતક યુવક હાલમાં એકલો જ રહેતો હતો, જેનો ફાયદો ઉઠાવી આરોપીઓએ આ કૃત્ય આચર્યું હતું. ડિંડોલી પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને પકડવા માટેના કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં ઘરેલુ LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:બિનજરૂરી સંગ્રહ ટાળવા રાજ્ય સરકારનો અનુરોધ; ગેરરીતિ કરનાર સામે કાર્યવાહી કરાશે
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પુત્રએ ભાભી સાથે મળી માતાની હત્યા કર્યાનો ધટસ્ફોટ, પાથરણાવાળાઓ બોલ્યા- 'ઘૂસ બંધ કરીને ફીસ લો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment