Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં ઘરેલુ LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:બિનજરૂરી સંગ્રહ ટાળવા રાજ્ય સરકારનો અનુરોધ; ગેરરીતિ કરનાર સામે કાર્યવાહી કરાશે

    14 hours ago

    મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યમાં ઘરેલુ LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ માહિતી આપી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા LPG સિલિન્ડરના અવિરત વિતરણ માટે સતત દેખરેખ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું સુચારુ પરિવહન અને કાર્યક્ષમ વિતરણ સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં આશરે 30 ટકા ઘરેલુ ગેસ PNG પાઈપલાઈન દ્વારા પૂરો પાડવામાં આવે છે, અને PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની સ્થિતિ વધુ અનુકૂળ હોવાનું જણાવાયું છે. તકેદારીના ભાગરૂપે, કેન્દ્ર સરકારના સૂચન મુજબ, જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ એક જ ગ્રાહક દ્વારા બે LPG સિલિન્ડરની બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં બિનજરૂરી તણાવ અટકાવવાનો અને LPGનો અનાવશ્યક સંગ્રહ ટાળવાનો છે. કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર, હાલ કોમર્શિયલ LPG સિલિન્ડરના વેચાણને નિયંત્રિત કરવામાં આવ્યું છે. જોકે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ LPGની ફાળવણી યથાવત્ રાખવામાં આવી છે. LPGનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ અથવા નિયત કિંમત કરતાં વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ–1955 અને LPG કંટ્રોલ ઓર્ડર–2000 મુજબ કાયદેસર ગુનો બને છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે આવી ગેરરીતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાણી ભરેલા ખાડામાંથી EX આર્મીમેનની લાશ મળી:ઘરેથી અંગત કારણોસર નીકળ્યા બાદ મૃતદેહ મળ્યો, પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટ માટે ખસેડ્યો
    Next Article
    મિત્રોએ જ પાઈપ-બેલ્ટથી માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો:ડિંડોલીમાં પાસાના આરોપીને મિત્રોએ ઘરેથી લઈ જ માર માર્યો, લોહીલુહાણ હાલતમાં પરત મૂકી ગયા બાદ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment