Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરવઠા અધિકારીની કડક સૂચના:હોસ્પિટલ-શાળાઓને સપ્લાયમાં પ્રાથમિકતા, સંગ્રહખોરી કરનાર એજન્સીઓ સામે થશે કાર્યવાહી

    17 hours ago

    આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ પુરવઠો જાળવી રાખવા માટે મામલતદારો અને IOCL-HPCLના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ગેસ સિલિન્ડરનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી કરનાર સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને પી.બી.એમ. એક્ટ હેઠળ કડક ફોજદારી પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને, અન્ય સૂચના ન મળે ત્યાં સુધી કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાયમાં હોસ્પિટલો અને શાળાઓને પ્રથમ પ્રાથમિકતા આપવા આદેશ કરાયો છે. પુરવઠા અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જે રહેણાંક વિસ્તારોમાં પી.એન.જી. (PNG) પાઈપલાઈન કનેક્શન કાર્યરત છે, તેવા ગ્રાહકોને હાલની સ્થિતિમાં એલ.પી.જી. બોટલ ન આપવા સૂચના અપાઈ છે. જિલ્લામાં ગેસનો જથ્થો સમયસર પહોંચતો કરવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના બોટલિંગ પ્લાન્ટ અને સેલ્સ ઓફિસરો સાથે સતત સંપર્ક જાળવી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. તંત્રએ જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓથી પ્રેરાઈને ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરવો. જો કોઈ ગેસ એજન્સી નિયમ કરતા વધુ ભાવ વસૂલે અથવા કાળાબજારી કરે, તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર અથવા કલેક્ટર કચેરીએ ફરિયાદ કરવા જણાવાયું છે. આ બેઠકમાં જિલ્લાના મામલતદારો સહિત આઈ.ઓ.સી. અને એચ.પી.સી.એલ.ના નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના બેરણામાં વીજ તણખાથી ઘઉંના ખેતરમાં આગ:2 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ; ખેડૂત દ્વારા યુજીવીસીએલને જાણ કરાઈ
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સુભાષબ્રિજના સ્પાન તોડવાની તૈયારીઓ શરૂ, ગઠીયાઓએ મણિનગરના વૃદ્ધ સાથે 62 લાખનો ખેલ પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment