Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વર્ષથી ફરાર બનાવટી દસ્તાવેજના આરોપી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ગોધરાથી વોન્ટેડ આરોપીને દબોચ્યો

    2 days ago

    પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ગોધરામાંથી બે વર્ષથી ફરાર બનાવટી દસ્તાવેજના આરોપી સુલેહઉદ્દીન ઉર્ફે સુલેહ મોહંમદ અબ્દુલ મોખતી (સૈયદ)ને ઝડપી પાડ્યો છે. આ આરોપી ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ સક્રિય છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતની સૂચના બાદ, પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડ અને તેમની ટીમ આ દિશામાં કાર્યરત હતી. આ દરમિયાન, એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી સુલેહઉદ્દીન ઉર્ફે સુલેહ મોહંમદ અબ્દુલ મોખતી (સૈયદ) સૈયદવાડા તળાવ પાસે હાજર છે. આરોપી સુલેહઉદ્દીન વિરુદ્ધ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાનો ગંભીર ગુનો નોંધાયેલો હતો. તે છેલ્લા બે વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. બાતમીના આધારે, પેરોલ ફ્લો સ્ક્વોડે ગોધરાના સૈયદવાડા તળાવ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલમાં, આરોપીનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેવાણનો મૃતદેહ ખભે મારીને ફેંકવા જતા વેવાઈના CCTV:ભાભી સાથેના પ્રેમસંબંધમાં સગા પુત્રએ માતાની હત્યા કરી, સુરત ક્રાઇમ બ્રાન્ચની નજર દોરી પર પડી ને રહસ્ય ખૂલ્યું
    Next Article
    મહેસાણા જિલ્લામાં મનરેગા ટેકનિકલ કર્મચારીઓનો વિરોધ:5 મહિનાથી પગાર નહીં મળતાં ‘NO PAY, NO WORK’ની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment