Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લામાં મનરેગા ટેકનિકલ કર્મચારીઓનો વિરોધ:5 મહિનાથી પગાર નહીં મળતાં ‘NO PAY, NO WORK’ની ચીમકી

    2 days ago

    મહેસાણા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારીઓએ છેલ્લા પાંચ મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે જુદા-જુદા તાલુકાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરી છે. 10 તાલુકાઓમાં 17થી વધુ ટેકનિકલ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે આવેદનમાં જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કુલ 10 તાલુકાઓમાં 17થી વધુ ટેકનિકલ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જોકે છેલ્લા ઓક્ટોબર 2024થી ફેબ્રુઆરી 2025 સુધીના પાંચ મહિનાથી તેમને પગાર મળ્યો નથી. જેના કારણે કર્મચારીઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પગાર ન મળતા કર્મચારીઓના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું કર્મચારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે. કર્મચારીઓએ વધુમાં જણાવ્યું છે કે પાંચ મહિનાથી સતત પગાર બાકી હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. જેના કારણે માનસિક તેમજ આર્થિક પરેશાનીઓ વધી રહી છે. હાલત એવી બની છે કે, કેટલાક કર્મચારીઓને જીવન નિર્વાહ માટે અન્ય રોજગારના વિકલ્પો શોધવાની ફરજ પડી રહી છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ઓફિસનું કામકાજ બંધ કરવાની ફરજ પડશે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કર્મચારીઓએ રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રને બાકી રહેલા પાંચ મહિનાના પગારની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. આ સાથે જ ચેતવણી આપી છે કે, જો પગાર અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ NO_PAY_NO_WORK ના સૂત્ર સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ઓફિસનું કામકાજ બંધ કરવાની ફરજ પડશે.આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તંત્રને ઝડપથી નિર્ણય લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બે વર્ષથી ફરાર બનાવટી દસ્તાવેજના આરોપી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ગોધરાથી વોન્ટેડ આરોપીને દબોચ્યો
    Next Article
    ગોધરામાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીની તબિયત લથડી:ઝોનલ ઓફિસર પોતાની દેખરેખ હેઠળ ફરી પરીક્ષા કેન્દ્ર પર લાવ્યા, વિદ્યાર્થીનીનું વર્ષ બગડતું બચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment