Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્નેપચેટથી પરિચય બાદ દુષ્કર્મનો યુવતીએ આરોપ લગાવ્યો:વેરાવળના યુવક સામે ગુનો, હોટલ-ફાર્મહાઉસમાં અત્યાચારનો આક્ષેપ

    20 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. વેરાવળ નજીકના આજેઠા ગામના એક યુવક વિરુદ્ધ પીડિત યુવતીની ફરિયાદના આધારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી યુવક અને પીડિત યુવતી વચ્ચે સ્નેપચેટ મારફતે ઓળખાણ થઈ હતી. આ ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી, જેનો લાભ લઈ આરોપીએ યુવતીને વિશ્વાસમાં લીધી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે આરોપી તેને વેરાવળ શહેરની એક ખાનગી હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પણ આરોપી યુવક દ્વારા યુવતી પર દબાણ અને ત્રાસ આપવાનું ચાલુ રહ્યું હતું. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી યુવતીને સાસણ ગીર વિસ્તારમાં આવેલા ‘સ્પ્રિંગ ફિલ્ડ’ નામના ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો અને ત્યાં તેને માર માર્યો હતો. આરોપીએ યુવતી તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે પીડિત યુવતીએ વેરાવળ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેની વિગતવાર ફરિયાદ નોંધી, જેના આધારે આરોપી યુવક વિરુદ્ધ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વેરાવળ પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં સોશિયલ મીડિયા મારફતે થતાં સંબંધો અને યુવતીઓની સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. વેરાવળ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીએ કહ્યું-પેટ્રોલિયમ મંત્રીએ એપસ્ટીનને મિત્ર કહ્યા હતા:સ્પીકર બિરલાએ તેમને બોલતા અટકાવ્યા; પુરી બોલવા ઉભા થયા ત્યારે વિપક્ષે "એપસ્ટીન, એપસ્ટીન" નારા લગાવ્યા
    Next Article
    વડોદરામાં ધોમધખતા તાપમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો:સુરતમાં ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાને આરે; તંત્રનો પૂરતા સ્ટોકનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment