Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પીવાના પાણીની કેનાલમાં સ્નાન અને કપડાં ધોવાતાં પ્રદુષણ:કોંગ્રેસ પ્રમુખે ચીફ ઓફિસરને રજૂઆત કરી, કેનાલ પાસેના દબાણો હટાવવા માંગ

    9 hours ago

    પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પદ્મનાથ ચોકડીથી ખાન સરોવર સુધીની કેનાલમાં પ્રદૂષણ અને અતિક્રમણ મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. તેમણે કેનાલના પાણીમાં જાહેરમાં સ્નાન અને કપડાં ધોવા જેવી પ્રવૃત્તિઓથી લોકોના આરોગ્ય સામે ખતરો હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. દીપક પટેલે જણાવ્યું હતું કે, પદ્મનાથ ચોકડીથી સિદ્ધિ સરોવર સુધીની કેનાલની આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કેનાલના પાણીમાં સ્નાન કરે છે, દાતણ કરે છે અને કપડાં ધોવે છે. શહેર બહારથી આવતા લોકો પણ આ પ્રવૃત્તિઓ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ખાસ કરીને, પદ્મનાથ ચોકડી નજીક આવેલા બે છાપરાવાળા લોકો દ્વારા પાણી વધુ પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે. આ દબાણો કોઈના રક્ષણ હેઠળ દૂર કરવામાં આવતા ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. શહેરની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ચીફ ઓફિસરને યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે પ્રદૂષિત પાણીથી રોગો ફેલાવવાનો ભય છે. આ સાથે, પાટણની જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે પદ્મનાથ ચોકડીથી ખાન સરોવર સુધીની કેનાલમાં કચરો, ફૂલ, નારિયેળ, કંકુ, અબીલ અને ગુલાલ જેવી ધાર્મિક સામગ્રી ન નાખે, જેથી પાણી પ્રદૂષિત ન થાય અને શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ રહે.
    Click here to Read More
    Previous Article
    નવસારી કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ:693 વિદ્યાર્થીઓને ડિગ્રી, રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનો મંત્ર આપ્યો
    Next Article
    ‘Tamil is my next project’: Booker-longlisted translator Padma Viswanathan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment