Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ:693 વિદ્યાર્થીઓને ડિગ્રી, રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનો મંત્ર આપ્યો

    10 hours ago

    નવસારી કૃષિ યુનિવર્સિટીનો 21મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમારોહમાં કુલ 693 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમાંથી 36 તેજસ્વી વિદ્યાર્થીઓએ 57 ગોલ્ડ મેડલ મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમારોહને સંબોધતા પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોને કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકે છે, જે ખર્ચ મુક્ત છે અને જમીનની ફળદ્રુપતા તેમજ માનવ સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે. તેમણે યુવા વૈજ્ઞાનિકોને પરંપરાગત ભારતીય બીજોના સંવર્ધન માટે સંશોધન કરવા પણ આહ્વાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ પદવીધારકોને પ્રેરણા આપતા કહ્યું કે પ્રાચીન સમયમાં 'દીક્ષાંત'નો અર્થ ગુરુ દ્વારા આપવામાં આવતો જીવનમૂલ્યોનો ઉપદેશ હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર ડિગ્રી મેળવવી એ જીવનનું અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ, પરંતુ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે થવો જોઈએ. સમારોહના મુખ્ય અતિથિ મહારાષ્ટ્ર એનિમલ એન્ડ ફિશરી સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પાટીલે પદવીધારકોને 'જોબ સીકર' (નોકરી શોધનાર) ને બદલે 'જોબ પ્રોવાઈડર' (નોકરીદાતા) બનવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કૃષિ ક્ષેત્રે ઈન્ટ્રિગેટેડ સ્ટાર્ટ-અપ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ શિક્ષક અને સંશોધનકર્તા એવોર્ડ, શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિકનું સન્માન, તેમજ આદર્શ પુરુષ અને મહિલા ખેડૂતોનું બહુમાન સામેલ હતું. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.આર. અહલાવતે સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની શૈક્ષણિક સિદ્ધિઓ અને નવી વિકસાવેલી પાકની જાતો વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે કુલસચિવ ડૉ. એચ.એમ. વિરડીયાએ આભારવિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સગીરા પર દુષ્કર્મના કેસમાં આસામના શખસને 20 વર્ષની કેદ:આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગોવા લઈ ગયો, પતરાની ઓરડીમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું
    Next Article
    પાટણ પીવાના પાણીની કેનાલમાં સ્નાન અને કપડાં ધોવાતાં પ્રદુષણ:કોંગ્રેસ પ્રમુખે ચીફ ઓફિસરને રજૂઆત કરી, કેનાલ પાસેના દબાણો હટાવવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment