Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે વલખાં:'વોટ માગવા આવો એ પહેલા પાણી આપો', વાઘોડિયા રોડ પરની સાહિત્યગ્રીન ફ્લેટના રહીશોનો આક્રોશ

    13 hours ago

    ઉનાળાની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં પાણી માટેનો કકળાટ શરૂ થઈ ગયો છે. મહાનગરપાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી નહીં આપતું હોવાની ફરિયાદો અવારનવાર ઉઠી છે. કેટલાક વિસ્તારોમાં પાણી મળે છે તો તે પીવાલાયક નહીં હોવાના પણ આક્ષેપ છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા સાહિત્યગ્રીન ફલેટના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગમી સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે જો પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી. ફલેટના 212 મકાનોના રહીશોને હાલાકી વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી સાહિત્ય ગ્રીન ફ્લેટના 212 જેટલા મકાનોમાં રહેતા રહીશો પાણી માટે વલખાં મારવા મજબુર બન્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની માંગ સંતોષવામાં નહીં આવતા આજે રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અહીં છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઉદભવી છે. અનેકવિધ રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ખારું પાણી આવે છે, જેના કારણે લોકો બીમાર પડે છે સ્થાનિક મહિલા દીપિકાબહેને જણાવ્યું હતું કે, અહીં ખારું પાણી આવી રહ્યું છે જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે અને લોકો બીમાર પડે છે. અમે વર્કિંગ વુમન છીએ, કામ પરથી પરત આવીએ તો પાણી જ નથી હોતું. અહીં બાળકો, વૃદ્ધ બધા રહે છે જેઓને પાણીની જરૂર વધુ હોય છે, પરંતુ પાલિકા પૂરતા પ્રમાણમાં પાણી નથી આપતું. પહેલા પાણી આપો પછી વોટ અંગે વિચારીશું દીપિકાબહેને જણાવ્યું હતું કે, વોટ માગવા તો બધા આવે જ છે, પરંતુ પહેલા પાણી આપો પછી તેના માટે વિચારીશું. જો અમારી સમસ્યાનો નિવેડો નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. કોર્પોરેશનને અમારા જે કમિટી મેમ્બરો છે એમના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પણ એનો કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. 'અગાઉ ટેન્કર મંગાવતા હતા પણ હવે તે પોષાય તેમ નથી' સ્થાનિક રહીશ હિતેશ ગોરે જણાવ્યું હતું કે, અહીં પાણી પોણો કલાક જ આવે છે અને જે પાણી આવે છે તે 5500 TDS જેટલું હોય છે, જે પીવાલાયક જ નથી હોતું. અગાઉ ટેન્કર મંગાવતા હતા પરંતુ હવે તે પણ પોષાય તેમ નથી. અમારી પ્રાથમિક જરૂરિયાત જ પૂરી થઈ રહી નથી. આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પછી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પીવાના પાણીનો કકળાટ હંમેશા જોવા મળે છે. ત્યારે હવે આગામી ચૂંટણીમાં શહેરમાં પાણીના પ્રશ્ન જ મોટી સમસ્યા સમાન સામે આવે તો નવાઈ નહીં.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ઠાકોર સમાજને પોલીસ ભરતીનું નિઃશુલ્ક કોચિંગ:સદારામ ક્લાસીસ દ્વારા શરૂ, બાબાભાઈ ભરવાડે 200 વિદ્યાર્થીઓનો ખર્ચ ઉપાડ્યો
    Next Article
    સગીરા પર દુષ્કર્મના કેસમાં આસામના શખસને 20 વર્ષની કેદ:આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગોવા લઈ ગયો, પતરાની ઓરડીમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment