Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પાલિકામાં ટાઉન પ્લાનિંગ ચેરમેન અમિત દેસાઈનું રાજીનામું:વ્યક્તિગત કામોમાં વ્યસ્તતાને કારણે પદેથી રાજીનામું ધર્યું, ભાજપમાં ખળભળાટ

    21 hours ago

    વલસાડ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન અમિત દેસાઈએ પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે. આ ઘટનાથી નગરપાલિકાના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. અમિત દેસાઈના આ અચાનક રાજીનામાથી શાસક પક્ષ ભાજપમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. ટાઉન પ્લાનિંગ અને વોટર વર્ક્સ સમિતિ નગરપાલિકાની વિકાસ અને સુવિધા સંબંધિત સૌથી મહત્વપૂર્ણ સમિતિઓમાંની એક ગણાય છે. મળતી માહિતી મુજબ, અમિત દેસાઈએ પોતાના રાજીનામામાં વ્યક્તિગત કામોમાં વ્યસ્તતાને કારણભૂત દર્શાવ્યું છે. જોકે, રાજકીય ગલિયારામાં આ રાજીનામા પાછળ અન્ય કોઈ આંતરિક કારણો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. હવે આ સમિતિના નવા ચેરમેન કોણ બનશે અને ભાજપ સંગઠન આ મામલે શું નિર્ણય લે છે, તેના પર સૌની નજર ટકેલી છે. વલસાડ નગરપાલિકાની રાજનીતિમાં આગામી દિવસોમાં વધુ રાજકીય હલચલ સર્જાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના 4 શહેરોમાં બનશે ‘નમો સ્વદેશી અર્બન મોલ’:સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને મળશે કાયમી બજાર
    Next Article
    ભરૂચ નગરપાલિકાએ મહિલા સફાઈકર્મીઓ માટે મેડિકલ કેમ્પ યોજ્યો:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 39 કર્મચારીની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment