Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગા પુત્ર-પુત્રવધુ, વેવાઈએ જ મહિલાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ:હાથ-પગ બાંધી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા, લાશને કોથળામાં ભરી ફેંકી દીધી હતી

    10 hours ago

    સુરત શહેરના અમરોલી કોસાડ આવાસમાં રહેતા 57 વર્ષીય મૂળ બિહારના હમીદાખાતુનની ગળે ટૂંપો આપી હત્યા કરી પ્લાસ્ટિકના કોથળામાં ભરીને ફેંકી દેવાયેલી લાશ ગઈકાલે (11 માર્ચ) અમરોલી કોસાડ આવાસ નજીકથી મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક કલેશમાં જ હમીદાખાતુનની હત્યા કરાઈ હોવાની આશંકા હતી. આ સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મહિલાના પહેલાં હાથ-પગ બાંધી અને બાદમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે શંકાના આધારે પરિવારની પૂછપરછ કરતા મોટો ઘટસ્ફોટ થયો છે. 57 વર્ષીય હમીદાખાતુનની હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેમનો સગો પુત્ર, પુત્રવધુ અને વેવાઈ હોવાનું બહાર આવ્યું છે. મૃતક હમીદાખાતુન દીકરા સાથે જ રહેતા હતાં મળતી માહિતી પ્રમાણે, અમરોલી કોસાડ આવાસ એચ-2 બિલ્ડિંગમાં મૂળ બિહારના હમીદાખાતુન (ઉં.વ.57) પુત્ર મોહમદ પરવેખ આલમ યુનુસ મન્સુરી સાથે છેલ્લા ઘણા સમયથી રહેતા હતાં અને આર્થિક રીતે મદદરૂપ થતાં હતાં. મોહમદ પરર્વેખ અને તેનો ભાઈ કતારગામની જવેલરી દુકાનમાં કામ કરે છે. 10 માર્ચની સવારે 11 વાગ્યાના અરસામાં હમીદાખાતુન બજારમાં કપડાં લેવાના રહી ગયા છે, તે લેવા માટે જાઉં છું, કહીને ઘરેથી નીકળ્યા હતા. મોડે સુધી ઘરે નહીં આવતા પરિવાજનોએ અમરોલી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. કોથળો ખોલતા અંદરથી લાશ મળી, એકથી વધુ લોકોની સંડોવણી દરમિયાનમાં ગતરોજ 11માર્ચને બુધવારે સવારે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ આવાસમાં સફાઈ કરી રહ્યા હતા. ત્યારે એચ-2 બિલ્ડિંગ પાસે આવેલા હનુમાનજી મંદિરની દિવાલ પાસે કર્મચારીને પ્લાસ્ટિકના એક કોથળામાંથી તીવ્ર દુર્ગંધ આવતા શંકા ગઈ હતી, જેથી કર્મચારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક અમરોલી પોલીસ સ્થળ પર પહોંચી કોથળો ખોલતા અંદરથી હમીદાખાતુનની લાશ મળી આવી હતી. પારિવારીક કલેશમાં મહિલાની હત્યા પોલીસે તુરંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં ડોગ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે તપાસમાં જોડાઈ હતી. બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા હતી કે, મરનાર હમીદાખાતુનની જે રીતે હત્યા કરીને લાશ ફેંકવામાં આવી છે, તે જોતા પારિવારીક કલેશના કારણે હત્યા થઇ છે. પોલીસે પરિવારના સભ્યોનું નિવેદન લઈ શંકાસ્પદ પરિચિત મહિલાઓ સહિત કેટલાકની પણ કડક પૂછપરછ હાથ ધરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે, 57 વર્ષીય મહિલાની હત્યા તેમના સગા પુત્ર, પુત્રવધુ અને વેવાઈએ કરી છે. મહિલાના હાથ-પગ બાંધી હત્યા કરાઈઃ ડો. સંદીપ પલોતી હમીદાખાતુનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાલ ડો.સંદીપ પલોતીએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક વિભાગ દ્વારા લાશના પરિક્ષણમાં મરનારનું મોઢું, નાક અને ગળાના ભાગ દબાવીને તેમજ માથામાં ઇજા થવાના કારણે મોત થયાનું માલુમ પડયું છે. હત્યા સમયે હમીદાખાતુના પગ અને હાથ બાંધી દીધા હતા. હત્યા 30 કલાક પહેલાં કરી હોવાનું અનુમાન છે. સુરતમાં કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી:ગ્રીન કાર્ડ છોડી અમેરિકાથી આવેલા ખેડૂતના ખેતરે ગાય દોહી, પશુ આહારના મહત્વ વિશે માહિતી આપી
    Next Article
    "Rampant Corruption, People Want Change": Congress Leader KC Venugopal On Kerala Poll

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment