Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી:ગ્રીન કાર્ડ છોડી અમેરિકાથી આવેલા ખેડૂતના ખેતરે ગાય દોહી, પશુ આહારના મહત્વ વિશે માહિતી આપી

    9 hours ago

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાલ નવસારી જિલ્લાના બે દિવસીય પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેમણે ચીખલી તાલુકાના રૂમલા ગામમાં આવેલા 'મારૂતિ મંથન પ્રાકૃતિક ફાર્મ'ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ખેડૂતો સાથે સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતી દ્વારા 'વિકસિત ભારત 2047'ના સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું હતું. પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફાર્મમાં ગાય દોહી હતી. તેમણે પશુપાલકોને વધુ દૂધ ઉત્પાદન માટે પશુ આહારના મહત્વ વિશે માહિતી આપી. ફાર્મના માલિક બિપીન પટેલની મહેનતને બિરદાવતા તેમણે જણાવ્યું કે, અમેરિકાનું ગ્રીન કાર્ડ છોડીને સ્વદેશી ધરતી અને લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી કરવી એ પ્રશંસનીય છે. રાજ્યપાલે આંબાની કલમો પર લહેરાતા કેસર કેરીના પાકનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જાતે જ પ્રાકૃતિક પદ્ધતિથી બનેલા અસ્ત્રનો સ્પ્રે કર્યો. ખેડૂતોને માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું કે, ફ્લાવરિંગ માટે ગોળ અથવા શેરડીના રસમાં દૂધ મેળવી સ્પ્રે કરવાથી મધમાખીઓ આકર્ષાય છે, જેનાથી ફ્લાવરિંગ વધે છે. આંબામાં મોર (ફૂલ) આવે ત્યારે પાણી ન આપવું જોઈએ તેવી પણ સલાહ આપી. ખેડૂતો સાથેના સંવાદમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો વિશે વિસ્તૃત સમજ આપી. આમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન (Mulching), વાપસા અને મિશ્રપાકનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે આ પદ્ધતિથી જમીનનું ઓર્ગેનિક કાર્બન વધે છે અને જમીન ફળદ્રુપ બને છે. રાસાયણિક ખેતીને કારણે વધતા કેન્સર જેવા રોગો સામે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ છે. રૂમલા બાદ રાજ્યપાલે નવસારી શહેરમાં આવેલા પ્રાકૃતિક કૃષિ મોલની પણ મુલાકાત લીધી. અહીં તેમણે શાકભાજી અને ખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓ સાથે મુલાકાત કરી. શહેરીજનોને ઝેરમુક્ત, ગુણવત્તાયુક્ત આહાર પૂરો પાડવા અપીલ કરી. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, ડીડીઓ પુષ્પલતા, એસપી રાહુલ પટેલ સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વીરપુરમાં કમળાના 6 શંકાસ્પદ કેસ નોંધાયા:દૂષિત પાણીથી રોગચાળાની આશંકા, આરોગ્ય વિભાગ સતર્ક
    Next Article
    સગા પુત્ર-પુત્રવધુ, વેવાઈએ જ મહિલાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ:હાથ-પગ બાંધી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા, લાશને કોથળામાં ભરી ફેંકી દીધી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment