Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર'નો ધમાકો, ફિલ્મનું ટાઈટલ ટ્રેક રિલીઝ!:રણવીર સિંહના બીસ્ટ-મોડની ઝલક, 'આરી- આરી' ગીતમાં તૂફાની રેપનો કમાલ

    10 hours ago

    લાંબા સમયની રાહ જોયા બાદ, મોસ્ટ અવેટેડ સ્પાય-એક્શન થ્રિલર ફિલ્મ 'ધુરંધર: ધ રિવિંજ' ના નિર્માતાઓએ ફિલ્મનું પાવર-પેક્ડ ટાઈટલ ટ્રેક 'આરી આરી' રિલીઝ કરી દીધું છે. ટ્રેલરમાં બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે સાંભળવા મળેલા આ ગીતે સોશિયલ મીડિયા પર પહેલેથી જ ધૂમ મચાવી દીધી હતી અને હવે આ ગીત T-Seriesની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. ગ્લોબલ લેવલે ટ્રેન્ડિંગમાં છે ‘ધુરંધર’ જ્યારથી 'ધુરંધર: ધ રિવિંજ'નું ટ્રેલર લોન્ચ થયું છે, ત્યારથી ચાહકોમાં આ ગીતને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી હતી. રસપ્રદ વાત એ છે કે ફિલ્મનું ટ્રેલર વિશ્વના 45 થી વધુ દેશોમાં યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જે ફિલ્મની સફળતાનો સંકેત આપી રહ્યું છે. એનર્જી અને મ્યુઝિકલ ફ્યુઝન “આરી આરી” ગીત તેના હાઈ-એનર્જી બીટ્સ અને પાવરફુલ વોકલ્સને કારણે વાઈરલ એન્થમ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ ગીતને ફેમસ મ્યુઝિક ડિરેક્ટર શાશ્વત સચદેવ દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. તેણે પંજાબી ઇન્ફ્લુએન્સ સાથે મોર્ડન મ્યુઝિક પ્રોડક્શનનું શાનદાર મિશ્રણ કર્યું છે. ગીતમાં બોમ્બે રોકર્સ ફેમ નવતેજ સિંહ રેહલ, ખાન સાબ, જેસ્મીન સેન્ડલાસ અને સુધીર યદુવંશીનો મજબૂત અવાજો છે. ગીતને વધુ ડાયનેમિક બનાવવા માટે રેબલ અને ટોકન દ્વારા શાનદાર રેપ રજૂ કરવામાં આવ્યો છે. આ હાઈ-ઓક્ટન સ્પાય થ્રિલર ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે, પરંતુ તે પહેલા ‘આરી આરી’ ગીતે દર્શકોમાં ફિલ્મ પ્રત્યેની આતુરતા બમણી કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટર કુલદીપ યાદવના શાહી લગ્ન!:20 હજારની થાળી, વેડિંગ કાર્ડ રાધા-કૃષ્ની થીમ, સોનેરી નકશીકામમાં દેખાઈ રજવાડી ઝલક
    Next Article
    ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ તબીબી સારવારનો લાભ:લાભાર્થી માટે ચોક્કસ શરતો નક્કી કરવામાં આવી, અત્યાર સુધી માતા-પિતા અને સંતાનોને જ લાભ મળતો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment