Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસની બોટલ બુક કરાવવા લોકો કતારમાં:વડોદરામાં ગેસ એજન્સી બહાર ધોમધખતા તાપમાં લાંબી કતાર લાગી, તંત્રનો પૂરતા સ્ટોકનો દાવો

    9 hours ago

    ઘરેલું ગેસ માટે વિવિધ જિલ્લાઓમાં હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરામાં આજે સતત બીજા દિવસે ગેસ એજન્સીની બહાર ગેસ લેવા માટે કતાર જોવા મળી હતી. એક તરફ વહીવટી તંત્ર દ્વારા પૂરતો જથ્થો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે. ઘરેલું ગેસ બુકિંગ બાદ પણ નથી મળી રહ્યા અમેરિકા - ઈરાન વચ્ચેના યુધ્ધના કારણે ગેસની અછત ઉભી થશે તેવી સંભાવના જોવા મળી રહી છે. જેના કારણે ઘરેલું ગેસ મેળવવા માટે લોકો એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરાની વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સવારથી જ લોકોની લાઇનો લાગી રહી છે. વડોદરાવાસીઓ ગેસની અછત ઉભી થશે તેવી ધારણા સાથે ઘરમાં રહેલો બીજો સિલિન્ડર પણ ભરાવી રહ્યા છે. જિલ્લામાં એલપીજીનો પૂરતો સ્ટોક વડોદરા જિલ્લા કલેકટર ડો. અનિલ ધામેલિયાએ ગઈકાલે પુરવઠા અધિકારી તેમજ ગેસ કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં ગેસની પૂરતો જથ્થો છે. જેથી લોકો પેનિક બુકિંગ ના કરાવે. આ ઉપરાંત ગેસના કાળાબજાર રોકવા માટે મામલતદાર કક્ષાએ ટીમોનું પણ ગઠન કરવામાં આવ્યું છે. જે સતત નજર રાખશે. ઘરેલું વપરાશકર્તાને પ્રાથમિકતા આપવામાં આવશે અને દરેક ગ્રાહકને 25 દિવસના અંતરાલે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્રણ ગેસ કંપનીઓ દ્વારા રોજ 14,700 બોટલ રિફિલ થાય છે વડોદરા શહેર અને જિલ્લામાં હાલ કુલ મળી 5.44 લાખ જેટલા ઘરેલું ગેસ કનેક્શન અને 12 હજાર જેટલા વાણિજ્ય હેતુના ગેસ કનેક્શન ધારકો છે. હાલમાં આઇઓસીએલ દ્વારા 6 હજાર, એસપીસીએલ દ્વારા પાંચ હજાર અને બીપીસીએલ દ્વારા 3700 જેટલા સિલિન્ડર ફિલિંગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન એકંદરે 8 હજાર જેટલા બૂકિંગ આવે છે. તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14700 બોટલ રિફિલ કરવામાં આવે છે. મતલબ કે, માંગની સામે ફિલિંગની ક્ષમતા વધુ છે. હવે બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બૂકિંગની સંખ્યા વધીને 12 હજાર જેટલી થઇ ગઇ છે. એટલે, આ બાબતને ધ્યાને રાખી કોઇ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી.
    Click here to Read More
    Previous Article
    Lok Sabha LIVE : LPG Shortage & Iran-Israel War Debate! संसद में भारी हंगामा | Parliament Session
    Next Article
    સાવરકુંડલાને કાયમી પાણીનો સ્ત્રોત મળ્યો:શેલ દેદુમલ ડેમમાંથી હવે રોજનું 80 લાખ લિટર પીવાનું પાણી મળશે, ઐતિહાસિક નિર્ણયથી શહેરીજનોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment