Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગેસ એજન્સીઓ પર તપાસ:જિલ્લા પુરવઠા વિભાગે સ્ટોક-વિતરણ વ્યવસ્થા ચકાસી, કડક સૂચના આપી

    12 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે અને નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગે વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરના સંકલનથી આ ઝુંબેશ સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં ચલાવવામાં આવી રહી છે. સંબંધિત તાલુકાના મામલતદાર અને ફિલ્ડ સ્ટાફની ટીમોએ ગેસ એજન્સીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન, એજન્સીઓ પાસે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય હેતુ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવાનો છે. એજન્સી સંચાલકોને ઘરવપરાશના સિલિન્ડરનો જથ્થો પ્રાથમિકતાના ધોરણે નાગરિકોને મળી રહે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, દરેક એજન્સીએ નિયત પૂરતો સ્ટોક જાળવવો અને નિયમ મુજબ તેનું વિતરણ કરવું ફરજિયાત છે. જો કોઈ પણ કક્ષાએ અનિયમિતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. વહીવટી તંત્ર નાગરિકોના હિત માટે અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે સતત સતર્ક છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસનો દોર ચાલુ રાખવામાં આવશે, જેથી સામાન્ય જનતાના હકોનું રક્ષણ કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    ગ્લેમરસ સ્ટાર્સના સાદગી ભર્યા લગ્ન!:ઘરની અગાસી પર લગ્ન કરી કૃતિકા-ગૌરવે PHOTOs શેર કર્યા, દુલ્હનના ઘરચોળામાં મમ્મીના પ્રેમની ઝલક દેખાઈ
    Next Article
    અમીરગઢ પોલીસે ડુંગરપુરી મંદિરે નેજુ ચઢાવ્યું:ફાગણ વદ આઠમના મેળામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરંપરા જાળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment