Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડી તણાવથી ગુજરાતની સીફુડ નિકાસ પર અસર:કન્ટેનર ભાડા વધ્યા, નિકાસ અટકી, કોલ્ડ સ્ટોરેજ ભરાવાની ભીતિ

    8 hours ago

    ખાડી દેશોમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની ગુજરાતના સીફુડ નિકાસ ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં નિકાસ માટેના શિપિંગ કન્ટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે વિદેશથી આવતા કન્ટેનરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આના કારણે સીફુડની નિકાસ પર અનિશ્ચિતતા ઊભી થઈ છે. સીફુડ ઉદ્યોગ પર સીધું દબાણ ગુજરાતમાંથી દર વર્ષે આશરે 7,000થી વધુ કન્ટેનર દ્વારા લગભગ દોઢ લાખ ટન સીફુડ ખાડી દેશો સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલવામાં આવે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે શિપિંગ અને લોજિસ્ટિક્સ વ્યવસ્થામાં અવરોધો સર્જાયા છે, જે સીફુડ ઉદ્યોગ પર સીધું દબાણ વધારી રહ્યા છે. ‘તૈયાર માલની નિકાસ અટકી જશે’ : પૂર્વ પ્રમુખ, સીફુડ એક્સપોર્ટ એસો. ઓફ ઇન્ડિયાા સીફુડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગકાર જગદીશ ફોફંડીએ જણાવ્યું હતું કે, જો આગામી 10 દિવસ સુધી આ પરિસ્થિતિ યથાવત્ રહેશે, તો સીફુડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવાની શક્યતા છે. આનાથી તૈયાર માલની નિકાસ અટકી જશે અને ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થશે. 'કન્ટેનર ભાડા, લોજિસ્ટિક્સ ખર્ચમાં અંદાજે 15થી 20 ટકાનો વધારો' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં નિકાસ યુનિટોમાં કન્ટેનર ભાડા અને લોજિસ્ટિક્સ ખર્ચમાં અંદાજે 15થી 20 ટકાનો વધારો નોંધાયો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આગામી સમયમાં આ વધારો 30થી 60 ટકા સુધી પહોંચી શકે છે. ‘ગુજરાતના ઉદ્યોગોને અન્ય રાજ્યો કરતાં વધુ અસર થવાની સંભાવના’ ફોફંડીના મતે, ગુજરાતના સીફુડ નિકાસ યુનિટો અન્ય રાજ્યોની સરખામણીમાં નાના છે અને તેમની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા પણ મર્યાદિત છે. આથી, આવી સ્થિતિમાં ગુજરાતના ઉદ્યોગોને અન્ય રાજ્યો કરતાં વધુ અસર થવાની સંભાવના છે. ફિશ એક્સપોર્ટ ઉદ્યોગ મૂળભૂત રીતે ઓછા મૂલ્ય અને ઓછા માર્જિનવાળો હોવાથી વધતા ખર્ચનો સીધો બોજ ઉદ્યોગકારો પર પડશે. 'કોલ્ડ સ્ટોરેજ ભરાવાની ભીતિ' સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માછલીનું ઉત્પાદન મર્યાદિત હોય છે, પરંતુ માર્ચ મહિનાથી દરિયામાં માછલીની આવક વધે છે. જો આગામી 10 દિવસમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સુધરશે નહીં, તો કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવાની અને નવી આવતી માછલીની નિકાસ અટકી જવાની સંભાવના છે. આ પરિસ્થિતિની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં કામ કરતા માછીમારો તેમજ સીફુડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકો અને વ્યવસાયકારો પર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી નદી 1 એપ્રિલથી ખાલી થશે:અઢી મહિનામાં સુભાષ બ્રિજના સ્પાન તોડી નખાશે; ભાસ્કર પાસે સિંચાઈ વિભાગનો પત્ર
    Next Article
    Iran Outlines 3 Conditions To End War With US, Israel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment