Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીના દાહોદ પ્રવાસ પૂર્વે તંત્ર સક્રિય:કલેક્ટરે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરી સુવિધાઓ ચકાસી

    12 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 માર્ચે દાહોદ જિલ્લાની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે. વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે, ગુરુવારે કલેક્ટર યોગેશ નિરગુડેએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સુરક્ષા વ્યવસ્થા અને ઉપલબ્ધ સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કલેક્ટરે ખાસ સૂચના આપી હતી કે, કાર્યક્રમમાં આવનાર નાગરિકોને ગરમીને કારણે કોઈ મુશ્કેલી ન પડે. માર્ચ મહિનામાં વધતી જતી ગરમી અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, સભાસ્થળે પીવાના શુદ્ધ પાણીની પર્યાપ્ત વ્યવસ્થા, પંખા અને વોટર કુલર મૂકવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, કોઈપણ કટોકટીની સ્થિતિ માટે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની તૈનાતી માટે પણ આદેશો જારી કરાયા છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતાને જોતા, ટ્રાફિક જામ ન થાય તે માટે પાર્કિંગ અને અવરજવરના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. કલેક્ટરે સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને વીઆઈપી મૂવમેન્ટ અંગે પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી. તેમણે પ્રોટોકોલ મુજબ તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા જણાવ્યું. આ સ્થળ નિરીક્ષણ દરમિયાન પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, પ્રાંત અધિકારી વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, નાયબ વન સંરક્ષક બ્રિજેશ ચૌહાણ સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે તમામ વિભાગો વચ્ચે સંકલન સાધીને કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરત મેટ્રો ડેપોમાં રૂ. 31 લાખના કોપર વાયરની ચોરી:ભંગારના વેપારીઓ સહિત બેની ધરપકડ, રજાના દિવસોનો ફાયદો ઉઠાવી રેકી કરી હતી
    Next Article
    વલસાડમાં આજે 38°C તાપમાનની શક્યતા:ગઇકાલ કરતાં 1 ડિગ્રી ઓછું રહેશે, કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment