Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિર પાછળ લઈ જઈ સગીરા પર દુષ્કર્મ:લાઘણજમાં માતા મજૂરીએ જાય ત્યારે આરોપી વારંવાર કુકર્મ આચરતો, ગર્ભવતી થતા આરોપી સામે ગુનો નોંધાયો

    11 hours ago

    મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ મથક વિસ્તારમાં આવતા એક ગામમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક 14 વર્ષ 5 માસની સગીરાને લગ્નની લાલચ આપી અથવા પટાવી-ફોસલાવી ગામમાં આવેલા એક મંદિર પાછળ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં સગીરા ગર્ભવતી બની જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે ભોગ બનનારની માતાએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મંદિરના પાછળના ભાગમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું બનાવની વિગતો મુજબ પીડિત સગીરાની માતા જ્યારે મજૂરી અર્થે જતી હતી ત્યારે સગીરા ગામના મહાકાળી માતાના મંદિર પાસે માતાની પરત આવવાની રાહ જોઈને બેસતી હતી. આ સમયનો લાભ ઉઠાવી ગામના જીગરજી ઉર્ફે જીગો વિષ્ણુજી ઠાકોર નામના શખ્સે સગીરા સગીરવયની હોવાનું જાણવા છતાં તેને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને મહાકાળી માતાના મંદિરથી વેરાઈ માતાના મંદિરના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં અવાર-નવાર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ છેલ્લા છ માસના સમયગાળા દરમિયાન આચરેલા આ દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આ બાબતની જાણ પરિવારને થતા ગંભીરતા સમજી માતાએ તાત્કાલિક લાઘણજ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે આરોપી જીગરજી ઠાકોર સામે બી.એન.એસ.ની કલમ 64(2)એમ,65(1),137(2) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો:76,300 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 200 પોઈન્ટ તુટ્યો; ઓટો અને બેંકિંગ શેરોમાં વેચવાલી
    Next Article
    1K Gujarat Weather Forecast | હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ કરી આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment