Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- અમેરિકા યુદ્ધ જીતી ગયું, પરંતુ લડાઈ ચાલુ રહેશે:ઈરાની સ્કૂલ પર હુમલા માટે અમેરિકા જવાબદાર, સેનાની તપાસમાં ખુલાસો

    17 hours ago

    ઈરાનના મીનાબ શહેરમાં પ્રાથમિક શાળા પર થયેલા મિસાઈલ હુમલા માટે શરૂઆતની તપાસમાં અમેરિકાને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. અમેરિકી સૈન્ય તપાસ મુજબ, જૂના ટાર્ગેટિંગ ડેટાના ઉપયોગને કારણે શાળાની ખોટી ઓળખ થઈ હતી. 28 ફેબ્રુઆરીના રોજ થયેલા આ હુમલામાં ટોમહોક ક્રૂઝ મિસાઈલ દ્વારા શાળાની ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી. તે સમયે અમેરિકી સેના શાળાની નજીક આવેલા એક ઈરાની નૌસેનાના અડ્ડા (નેવલ બેઝ) પર હુમલો કરી રહી હતી, જે અગાઉ તે જ કેમ્પસનો હિસ્સો રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવેલા જૂના ડેટાના આધારે નિશાન સાધ્યું હતું. જેમાં શાળાને સૈન્ય ઠેકાણું સમજી લેવામાં આવી હતી. ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 160 થી વધુ બાળકો સહિત ઓછામાં ઓછા 175 લોકોના મોત થયા હતા. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે મામલાની તપાસ હજુ ચાલુ છે અને તે જાણી શકાયું નથી કે જૂના ડેટાની પુષ્ટિ કેમ કરવામાં ન આવી હતી. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    War in West Asia spotlights a growing risk for Indian seafarers: Abandonment
    Next Article
    રાજકોટમાં ગરમીનો પ્રકોપ વધ્યો:રેડ એલર્ટની સ્થિતિમાં તાપમાન 40 ડિગ્રીને પાર, લૂનાં કારણે AQI 150ને પાર થતા જનજીવન પ્રભાવિત, બપોરના સમયે માર્ગો સુમસામ, મનપાની એડવાઇઝરી જાહેર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment