Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ગરમીનો પ્રકોપ વધ્યો:રેડ એલર્ટની સ્થિતિમાં તાપમાન 40 ડિગ્રીને પાર, લૂનાં કારણે AQI 150ને પાર થતા જનજીવન પ્રભાવિત, બપોરના સમયે માર્ગો સુમસામ, મનપાની એડવાઇઝરી જાહેર

    9 hours ago

    સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચાલુ વર્ષે ઉનાળાના પ્રારંભિક તબક્કામાં ગરમીએ માઝા મૂકી છે, જેના પગલે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે અને બપોર થતા સુધીમાં તો સ્થિતિ અસહ્ય બની રહી છે. એટલું જ નહીં ગરમીની સાથે જ શહેરમાં હવાનું પ્રદૂષણ (AQI) પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે, જે શહેરીજનો માટે બેવડી મુસીબત સમાન સાબિત થઈ રહ્યું છે. તાપમાનનો પારો 40ડિગ્રીને પાર: વિસ્તાર મુજબ આંકડા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવેલા સેન્સર્સના આંકડા મુજબ, આજે સવારથી જ તાપમાનમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયેલા તાપમાનના આંકડા નીચે મુજબ છે: * સૌથી વધુ ગરમી: શહેરના મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 40.38 ડિગ્રી તેમજ જિલ્લા પંચાયત નજીક 40.20 ડીગ્રી તાપમાન નોંધાયું છે. * મધ્ય રાજકોટ: સોરઠિયાવાડીમાં 37.25, જામ ટાવર પાસે 37.23, ત્રિકોણબાગમાં 36.85 અને આરએમસી સેન્ટ્રલ ઝોનમાં 36.74 ડિગ્રી તાપમાન નોંધાયું છે. * અન્ય વિસ્તારો: ડીલક્સ ચોક અને આરએમસી ઇસ્ટઝોનમાં 36.28, જડુસ ચોકમાં 35.98, દેવપરામાં 35.97, જિલ્લા પંચાયત સર્કલમાં 35.71, રેલવે સ્ટેશનમાં 35.68 અને પ્રધુમન પાર્કમાં 35.67 ડિગ્રી તાપમાન નોંધાયું છે. * લો-ટેમ્પરેચર વિસ્તારો: નાના મવા સર્કલમાં 35.02, મહિલા કોલેજમાં 34.89, ગ્રીનલેન્ડ ચોકડીમાં 34.63, રેસકોર્સમાં 34.17 અને કોઠારિયામાં 29.08 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી ઓછું તાપમાન અટિકા વિસ્તારમાં 26.92 અને આજી ડેમ પાસે 27.67 ડિગ્રી રહ્યું હતું. પ્રદૂષણનો કહેર: AQI 150 ને પાર ગરમીની સાથોસાથ રાજકોટમાં હવાનું પ્રદૂષણ પણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં AQI 100 ની ઉપર નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. ખાસ કરી વાહનોના ધુમાડા અને ધૂળના રજકણોને કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. * કોઠારિયા વિસ્તાર: અહીં સૌથી વધુ 153 AQI નોંધાયો છે, જે અતિ પ્રદૂષિત શ્રેણીમાં આવે છે. * અન્ય વિસ્તારો: ડીલક્સ ચોકમાં 108, મોરબી રોડ પર 102, રામદેવપીર ચોકડીમાં 90, આજી ડેમમાં 87 અને આરએમસી સેન્ટ્રલ ઝોનમાં 76 AQI નોંધાયો છે. * ન્યૂનતમ પ્રદૂષણ: અટિકામાં 25, ત્રિકોણબાગમાં 35, સોરઠિયાવાડીમાં 35 અને ગ્રીનલેન્ડ ચોકડીમાં 36 AQI નોંધાયો છે. જનજીવન પર ગંભીર અસર: માર્ગો બન્યા સુમસામ ભારે ગરમી અને લૂના કારણે રાજકોટના જાહેર જીવન પર વ્યાપક અસર પડી છે. બપોરના 12 થી સાંજના 4 વાગ્યા સુધી સૂર્યનો તાપ એટલો આકરો હોય છે કે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા વિસ્તારો જેવા કે યાજ્ઞિક રોડ, પેલેસ રોડ અને ત્રિકોણબાગ જેવા વિસ્તારોમાં બપોરે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ગો સુમસામ બની ગયા છે અને બજારોમાં પણ ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળે છે. જે લોકો મજબૂરીમાં બહાર નીકળી રહ્યા છે, તેઓ મોઢે રૂમાલ બાંધીને, માસ્ક પહેરીને કે ટોપીનો સહારો લઈને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની એડવાઇઝરી અને તંત્રની સજ્જતા સ્થિતિની ગંભીરતાને જોતા બે દિવસ પહેલા રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. આરોગ્ય અધિકારીએ પણ શહેરીજનોને ગરમી અને લૂથી બચવા હળવો ખોરાક લેવા, પુષ્કળ પ્રવાહીનું સેવન કરવા, સુતરાઉ કાપડાઓ પહેરવા અને બિનજરૂરી રીતે બપોરે આકરા તાપના સમયે બહાર નહીં નીકળવા સહિતની અપીલ કરી છે. તેમજ કોઈપણ પ્રકારની હિટસ્ટ્રોકની અસરો જોવા મળે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની એડવાઇઝરી * પુષ્કળ પ્રવાહી: શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે દિવસ દરમિયાન વારંવાર પાણી, છાશ, લીંબુ શરબત કે નાળિયેર પાણી પીવું. * ખાનપાન: હળવો અને તાજો ખોરાક લેવો. લાંબો સમય રાખેલો ખોરાક ટાળવો. * પોશાક: બહાર નીકળતી વખતે સફેદ અથવા આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને માથું ઢાંકીને રાખવું. * સમયગાળો: ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને બાળકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું. મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ અને તમામ આરોગ્ય કેન્દ્રોને ગરમીથી અસરગ્રસ્ત દર્દીઓ માટે તૈયાર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. હીટ-સ્ટ્રોકના કેસોને પહોંચી વળવા માટે ખાસ વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં ઠેર-ઠેર પીવાના પાણીની પરબો શરૂ કરવા માટે સામાજિક સંસ્થાઓને વિનંતી પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનું આ જોર યથાવત રહેવા કે વધવાની પણ શક્યતા છે. ત્યારે પ્રદૂષણ અને તાપમાનનો બેવડો માર રાજકોટવાસીઓ માટે શારીરિક રીતે પડકારજનક સાબિત થઈ રહ્યો છે. જોકે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- અમેરિકા યુદ્ધ જીતી ગયું, પરંતુ લડાઈ ચાલુ રહેશે:ઈરાની સ્કૂલ પર હુમલા માટે અમેરિકા જવાબદાર, સેનાની તપાસમાં ખુલાસો
    Next Article
    Stock Market LIVE Updates: Markets Set For Further Pressure As Oil Rallies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment