Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામ પંચાયત ઓફિસમાં થયો હોબાળો:ટીચકપુરામાં બાયોગેસ પ્લાન્ટ મુદ્દે મહિલા તલાટી સાથે ધક્કામુક્કી

    12 hours ago

    વ્યારા તાલુકાના ટીચકપુરા ગામે બાયોગેસ પ્લાન્ટના બાંધકામ મુદ્દે ગ્રામ પંચાયત ઓફિસમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક ગ્રામજનો દ્વારા ઓફિસમાં ઘુસી તલાટી-કમ-મંત્રી દર્શનાબેન વળવી સાથે ઉશ્કેરાટ કરી ધક્કામુક્કી, ગાળો અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ વ્યારા પોલીસમાં નોંધાય છે. મળતી માહિતી મુજબ, દર્શનાબેન સુરેશભાઈ વળવી ટીચકપુરા ગ્રામ પંચાયત ખાતે તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવે છે. અગાઉ 25/09/2024ના રોજ ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે બાયોગેસ પ્લાન્ટના બાંધકામ અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો અને હાલ તેનું કામ ચાલુ છે. 09/03/2026ના રોજ બપોરે આશરે 12 વાગ્યાના સમયે કેટલાક મહિલા અને પુરુષો ગ્રામ પંચાયત ઓફિસમાં આવી બાયોગેસ પ્લાન્ટનો ઠરાવ રદ કરવાની માંગ સાથે હોબાળો કર્યો હતો. તલાટીએ તેમને ઠરાવ સરપંચ અને ચૂંટાયેલા સભ્યો દ્વારા કરાતા હોવાની માહિતી આપતા ઉશ્કેરાઈ ગયા હતા. આરોપ મુજબ આ દરમિયાન કેટલાક લોકોએ ગાળો બોલી ધમકી આપી, ખુરશી આસપાસ ભેગા થઈ ઊભા થવા ન દીધા તેમજ ઓફિસ બહાર જતા સમયે તેમની મોપેડની ચાવી ઝૂંટવી લીધી. કેટલાક મહિલાઓએ વાળ અને ઓઢણી ખેંચી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં તલાટીએ 112 પર ફોન કરતા પોલીસ પહોંચતા લોકો છૂટાછવાયા થઈ ગયા હતા. સમગ્ર મામલે દર્શનાબેને સંડોવાયેલા મહિલા અને પુરુષો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:સ્કૂલનું બાથરૂમ ગંદુ હોવાથી છાત્રા જતી ન હતી, ધો.9નો વિદ્યાર્થી વોશરૂમમાં કોઇ હોય તો રોકી રાખતો, બન્નેને કિડનીના રોગ થયા
    Next Article
    Discuss a book with V-C, get an offer on the spot: How Ahmedabad University ‘reimagined’ its MBA admission process

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment