Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગ લાગી:મહેતાપોળના ઘરમાં ચાઇનીઝ પંખાનું ચાર્જિંગ ચાલુ રહી જતાં બેટરી ફાટીને આગ ભભૂકી ઉઠી

    9 hours ago

    મહેતાપોળના ઘરમાં બુધવારે અચાનક લાગ લાગી હતી, જેમાં ઘરમાં મીટર-ઇન્વર્ટર સહિતનું ફર્નિચર ખાખ થયું હતું. ઘરમાં રહેતા વૃદ્ધા ત્વરિત નીકળી જતાં બચ્યા હતાં. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતાં ટીમે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગનું કારણ ચાઇનિસ પંખો હોવાનું બહાર આવ્યું હતું. મોટા મેદાન પાસેના ઘરમાં બપોરે 12.30ના સુમારે આગ લાગી મીટર સુધી પહોંચી હતી. પરિવારજને જણાવ્યું કે, આગ ઇન્વર્ટરથી લાગી હોવાનું જણાયું હતું પણ નિરિક્ષણ કરતા ચાઇનિસ પંખો ચાર્જિંગમાંથી કાઢવાનો રહી જતાં પહેલા બેટરી અને પછી આગ ફાટી નીકળી હોવાનું જણાયું હતું. પંખો મૂક્યો હતો તે ટેબલ અને આસપાસની દીવાલ કાળીમેશ થઇ ગઇ હતી. પરિવારજન ગોપાલ શાહે કહ્યું કે, ચાઇનિઝ સાધનો હું તો લાવતો નથી પણ લોકોને પણ વિનંતી કરુ છું કે આવા સાધનો આ રીતે ભારે પડી શકે છે. કાશીવિશ્વનાથ-કેવડાબાગ પાસે 2 ઘરોમાં ગેસ લીકેજ થયો કેવડાબાગ પાસે મકાનમાં રાત્રે 11 વાગ્યે ગેસ બોટલ લિકેજ થતાં પરિવારે અગાસી પર મૂકી દીધો હતો. બીજા એક કિસ્સામાં કાશીવિશ્વનાથ મંદિર સામે બંધ ઘરમાંથી ગેસની ગંધ આવતાં તપાસ કરતાં ગેસનો સિલિન્ડર લિકેજ થયો હોવાનું જણાયું હતું. લક્ષ્મીપુરાના એટલાન્ટિસ ફ્લેટ્સમાં 15 મીટરો ખાખ લક્ષ્મીપુરા એટલાન્ટિસ ફ્લેટ્સમાં બુધવારે સાંજે 5 વાગ્યે 15 મીટરોમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. મહાબલીપુરમ નજીક થાંભલાના વાયરોમાં આગ જ્યારે બપોરે દોઢ વાગ્યે બાલભવન પાસે કચરામાં આગ લાગતાં ફાયરબ્રિગેડે બુઝાવી હતી. બેટરીના કેમિકલ ગરમ થતાં હાઇડ્રોજનથી બ્લાસ્ટ થાય છે બેટરી ઓવરહીટ થાય ત્યારે કેમિકલ ગરમ થાય છે. હાઇડ્રોજન-ઓક્સિજન પેદા થતાં ગરમીથી બ્લાસ્ટ થાય છે. નાના ચાઇનિસ પંખાનું ચાર્જિંગ 6થી 8 કલાકનું છે. વધુ ચાર્જિંગ થાય તો આમ થાય છે. > દક્ષેસ દવે, એકસપર્ટ
    Click here to Read More
    Previous Article
    Transfer excise policy case to impartial bench, Kejriwal urges Delhi HC CJ
    Next Article
    વેધર રિપોર્ટ:ગરમીનો પારો 41.6 ડિગ્રી, આજે યલો એલર્ટ, આગામી સપ્તાહે વાદળો રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment