Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પુરવઠા વિભાગનું ગેસના ગોડાઉનોમાં સરપ્રાઈઝ ચેકીંગ: અમરેલીમાં ઘરેલું સિલિન્ડરની સપ્લાય ઘટી

    1 day ago

    દેશમાં વર્તમાન સ્થિતિને પગલે ગેસની સપ્લાઈ અને પુરવઠા પર અસર પડવાની સંભાવના વચ્ચે અમરેલીમાં કોમર્સીયલ સીલીન્ડરનું વેચાણ બંધ છે અને ઘરેલું ગેસ સીલીન્ડર માટે પણ વેઈટીંગ લીસ્ટ બન્યું છે. ત્યારે પુરવઠા વિભાગ દ્વારા શહેરના તમામ ગેસ ગોડાઉનમાં અચાનક ચકાસણી કરવામાં આવી હતી. અમરેલી શહેરમાં હાલમાં એલપીજી ગેસ સીલીન્ડરની કોઈ અછત નથી. પરંતુ લોકોએ અચાનક બુકીંગમાં ધસારો કર્યો હોય વેઈટીંગ લીસ્ટ બની રહ્યું છે. અત્યાર સુધી ગેસની સપ્લાઈ રાબેતા મુજબ હતી પરંતુ આજે ગેસ એજન્સીના સંચાલકોને કંપનીમાંથી સીલીન્ડરની ગાડી ફાળવાઈ ન હતી. આવતીકાલે પણ ગાડી આવશે કે કેમ તે નક્કી નથી. પૈસા ભર્યા બાદ ગેસ એજન્સીના સંચાલકો સીલીન્ડરની રાહ જોઈ રહ્યા છે. જો કે હાલમાં ઓછી સપ્લાઈ વચ્ચે પણ શહેરના લોકોને પુરતા ગેસ સીલીન્ડર મળી રહ્યા છે. પરંતુ લોકોએ અચાનક સીલીન્ડર નોંધાવવા માટે ધસારો કર્યો હોય વેઈટીંગ લીસ્ટ બની રહ્યું છે. અગાઉ 21 દિવસે સીલીન્ડર આપવામાં આવતો હતો. પરંતુ હવે 30 દિવસ બાદ જ નોંધણી થઈ રહી છે. બીજી તરફ છેલ્લા પાંચ દિવસથી શહેરમાં કોમર્શિયલ ગેસ સીલીન્ડરનું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. ઉપરથી જ કોમર્શિયલ સીલીન્ડર આવતા નથી. જો કે અમરેલીમાં સીએનજી વાહન ચાલકો માટે રાહતની વાત એ છે કે દરેક ઓનલાઈન પંપ પર ગેસનું વિતરણ યથાવત ચાલુ છે. હજુ સુધી વાહનોનો ગેસમાં કોઈ કાપ મુકવામાં આવ્યો નથી. શહેર અને સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની તો કોઈ જ અછત જોવા મળી નથી. પુરવઠાની ટુકડીઓ દ્વારા જુદી જુદી એજન્સીઓમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ભરેલા અને ખાલી કેટલા ગેસ સીલીન્ડર પડ્યા છે. તેની તપાસ કરાય હતી. ઉપરાંત દરેક એજન્સીમાં રેન્ડમ 10થી વધુ સીલીન્ડરનું વજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડીલીવરી ચાર્જના નામે વધુ પૈસા લેવાઈ છે કે કેમ ? તેની ચકાસણી કરાય હતી. અમરેલીમાં રેસ્ટોરન્ટમાં રાંધણ ગેસનો ગેર ઉપયોગ અમરેલી શહેરમાં અનેક રેસ્ટોરન્ટ અને હોટલમાં કોમર્શિયલ ગેસ સીલીન્ડરના સ્થાને રાંધણ ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી જ રીતે ખાણી પીણીના સ્ટોલ અને લારી –ગલ્લાઓમાં પણ આ પ્રકારનો ગેર ઉપયોગ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સીલીન્ડરનો 2 દિવસનો સ્ટોક ઉપલબ્ધ અમરેલી જિલ્લામાં રાંધણ ગેસની દૈનિક જરૂરીયાત સામે હાલમાં માત્ર 2 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. ભારત પેટ્રોલીયમના સીલીન્ડરનો અઢી દિવસનો જથ્થો ઉપલબ્ધ છે. દરરોજ સરેરાશ 63,317 કિલો રાંધણ ગેસનો વપરાશ અમરેલી જિલ્લામાં હાલમાં દરરોજ 1980 કિલો કોમર્શિયલ ગેસનો વપરાશ થાય છે. જ્યારે ઘરેલું ગેસનો વપરાશ 63317 કિલો છે.
    Click here to Read More
    Previous Article
    વાતાવરણ:માર્ચ અડધો વીત્યો નથી ત્યાં જ અમરેલીમાં તાપમાનનો પારો 40.9 ડિગ્રી સુધી પહોંચ્યો
    Next Article
    દુર્ઘટના:છભાડીયામાં ચણાના ઢગલામાં આગ લાગતા ખેડૂતને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment