Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:છભાડીયામાં ચણાના ઢગલામાં આગ લાગતા ખેડૂતને નુકસાન

    1 day ago

    લાઠી તાલુકાના છભાડીયા ગામે ખેતરમાં સુકાઇ ગયેલા ચણાના ઢગલામાં અચાનક આગ લાગતા ખેડૂતને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલે સવારે આશરે 07:00 વાગ્યે લાઠીના છભાડીયા ગામે ધનજીભાઇ જીવાભાઈ કાકડિયાની વાડીમાં આવેલ અંદાજે 19 વિઘા જમીનમાં કપાસના પાક વચ્ચે વાવેલ ચણાના પાકમાંથી કાઢી રાખેલા સુકાઇ ગયેલા ચણાના આશરે 130 મણના ઢગલામાં અચાનક આગ લાગી હતી. આગ ફેલાતા આખો ચણાનો ઢગલો બળી ગયો હતો. આગનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ આગ અકસ્માતમાં ખેડૂત ધનજીભાઇ કાકડિયાને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. ખેડૂતે ચાર મહિનાની મહેનતથી પકાવેલા ચણા સળગી જતા આ મામલે પોલીસને જાણ કરાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પુરવઠા વિભાગનું ગેસના ગોડાઉનોમાં સરપ્રાઈઝ ચેકીંગ: અમરેલીમાં ઘરેલું સિલિન્ડરની સપ્લાય ઘટી
    Next Article
    વિરોધ:અમરેલીમાં વીજળી સુધારા બિલના સામે વીજ કર્મચારીઓનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment