Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરાર આરોપી ઝડપાયો:અઢી વર્ષથી દારૂ કેસમાં ફરાર આરોપી આખરે વલસાડના વાઘલધરાથી ઝડપાયો

    1 day ago

    આહવા પોલીસ સ્ટેશનમાં વર્ષ-2023મા નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં પોલીસને થાપ આપી રહેલા નાની દમણના બુટલેગરને ડાંગ એસઓજીની ટીમે વલસાડ જિલ્લાના વાઘલધરાથી દબોચી લીધો છે. ડાંગ-આહવા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચના અપાઇ હતી. ડાંગ એસઓજી પીએસઆઇ એમ.જી.શેખ અને તેમની ટીમ ફરાર આરોપીઓની તપાસમાં હતી. તપાસ દરમિયાન એસઓજી ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે બાતમી મળી હતી કે, આહવા પોલીસ સ્ટેશનમાં વર્ષ-2023માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી મયુરભાઇ મહેશભાઇ હળપતિ (રહે. એન્કર કોલોની, ભીમપોર, નાની દમણ) હાલ વલસાડ જિલ્લાના વાઘલધરા ગામે આવ્યો છે. આ બાતમીના આધારે એસઓજી ટીમે તાત્કાલિક વલસાડના વાઘલધરા બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબના વર્ણન વાળો ઇસમ દેખાતા જ પોલીસે તેને કોર્ડન કરી પુછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી ડાંગ-આહવામાં લાવી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં 3 આરોપી વોન્ટેડ હતા, જેમાંથી મયુર હળપતિ ઝડપાઈ ગયો છે. આજ ગુનામાં સંડોવાયેલા અન્ય બે વોન્ટેડ આરોપીને પકડવા માટે ડાંગ-આહવા એલસીબી ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વલસાડમાં સરદાર આવાસ એફોર્ડેબલ હાઉસિંગમાં હપ્તા ઉપર લીધેલા 500 ફ્લેટો ભાડે પધરાવી દેવાયા
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:અમરેલી યાર્ડમાં ધાણીની મબલખ આવક હાઇવે પર 3 કિમી લાંબી વાહનોની કતાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment