Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલડીમાં ફાલ્કન ટ્રાવેલ્સની કાર્ગો ઓફિસમાં પાર્સલમાં ભેદી ધડાકો:સિલિકોન સ્પ્રેની બોટલોમાં બ્લાસ્ટ થતા અફરાતફરી, પોલીસે તપાસ હાથ ધરી; કાર્ગો સંચાલકો સામે કાર્યવાહીની શક્યતા

    4 days ago

    અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં આજે બપોરના સમયે 'ફાલ્કન ટ્રાવેલ્સ'ની કાર્ગો ઓફિસમાં એકાએક જોરદાર ધડાકો થતાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે ઓફિસના બોર્ડ અને આસપાસના સાધનોને નુકસાન પહોંચ્યું હતું. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ ધડાકો પાર્સલમાં રહેલા સિલિકોન સ્પ્રેની બોટલોમાં થયો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સીઓનો કાફલો સ્થળ પર ઘટનાની ગંભીરતા જોતા ઝોન 7ના DCP, ACP અને PI સહિતની ટીમો તાત્કાલિક પાલડી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ સાવચેતીના ભાગરૂપે બોલાવી લેવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઓફિસમાં રહેલા અન્ય તમામ પાર્સલનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી ખાતરી કરી શકાય કે અન્ય કોઈ જોખમી વસ્તુ ત્યાં હાજર નથી. કાર્ગો સંચાલકો સામે કાર્યવાહીની શક્યતા પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પાર્સલ ક્યાંથી આવ્યા હતા અને કોને મોકલવાના હતા. જો કે, આ મામલે ફાલ્કન કાર્ગોની બેદરકારી જણાશે, તો પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસે પાર્સલ મોકલનાર અને મેળવનારની વિગતો મંગાવીને વધુ તપાસ તેજ કરી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
    Click here to Read More
    Previous Article
    બોર્ડનું પેપર આપી પરત ફરતાં વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો:તાપીમાં બે બાઇક સામસામે અથડાતાં ત્રણના મોત, જોરદાર ટક્કરમાં એક બાઈક સળગી ઉઠી, એકને ગંભીરઈજા
    Next Article
    માર્ચના છેલ્લા વીકમાં UCC બિલ વિધાનસભામાં લાવવા તૈયારીઓ:ઈટાલિયાએ કહ્યું, હું 8 પાસ નથી, LLB છું; સંઘવીનો જવાબ 'ચોપડી ઓછી વાંચી, પણ જૂતું ફેંકવાનું શીખ્યા નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment