Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ નગરપાલિકાએ કરોડોનો મિલકત વેરો બાકી રાખનારાઓની પ્રોપર્ટી સીલ કરી:પ્રભાવશાળી લોકોની મિલકતો પણ સીલ, વેરા વસૂલાત અભિયાન ચાલુ રહેશે

    1 day ago

    દમણ નગરપાલિકાએ મિલકત વેરો બાકી રાખનારા ડિફોલ્ટરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી વેરો ન ભરનારાઓની મિલકતો સીલ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નગરપાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, સમગ્ર પાલિકા વિસ્તારમાં અંદાજે 7000થી વધુ કોમર્શિયલ અને રહેણાંક મિલકત ધારકોનો આશરે સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયાનો વેરો બાકી છે. અગાઉ અનેક નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આજે વહેલી સવારથી પાલિકાની ટીમોએ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરીને 10થી વધુ કોમર્શિયલ મિલકતો સીલ કરી દીધી છે. આ કાર્યવાહીમાં શહેરના કેટલાક પ્રભાવશાળી લોકોની મિલકતો પણ સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પાલિકાની આ કડક કાર્યવાહી બાદ બાકી વેરો ભરવા માટે લોકોમાં ઉતાવળ જોવા મળી રહી છે. પાલિકા કચેરીએ વેરો જમા કરાવવા માટે મિલકત ધારકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તંત્રના જણાવ્યા મુજબ, હાલ માત્ર કોમર્શિયલ મિલકતો સામે સીલિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રહેણાંક મિલકત ધારકોને અંતિમ તક તરીકે વધુ એક નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ પણ વેરો નહીં ભરાય તો તેમની મિલકતો સામે પણ સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે દમણની બહાર રહેતા પરંતુ દમણમાં મિલકત ધરાવતા લોકો પણ આ કાર્યવાહીથી બચી શકશે નહીં. બાકી વેરો સંપૂર્ણ વસૂલ નહીં થાય ત્યાં સુધી આ સઘન અભિયાન ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ગેસ વિતરકો સાથે બેઠક, નવા નિયમોનું પાલન ફરજિયાત:વૈશ્વિક યુદ્ધને કારણે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી
    Next Article
    'LICના 10 લાખ જમા છે, પાછા લેવા કેસ લડવો પડશે':NCPIના સિનિયર ઓફિસરની ઓળખ આપી ઠગબાજોએ વૃદ્ધ મહિલા પાસેથી અલગ-અલગ ખર્ચના નામે 47.35 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment