Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે બાંધકામની અરજી કરી તો અધિકારીએ કહ્યું- 'પુરાવા આપો':જાગૃત નાગરિકોમાં રોષ, કમિશનરને કહ્યું- અરજદાર વારંવાર આધાર પુરાવા વગર અલગ અલગ વિસ્તારની અરજી કરે છે​

    3 days ago

    ​ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢ શહેરમાં હાલ ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. શહેરના ગીચ વિસ્તારો અને કુદરતી વહેણ (વોકળા) ઉપર જે રીતે સિમેન્ટ-કોંક્રિટના જંગલો ખડકાઈ રહ્યા છે, તેને જોઈને લાગી રહ્યું છે કે મનપાનું ટાઉન પ્લાનિંગ વિભાગ ઘોર નિદ્રામાં છે. આ મામલે જ્યારે જાગૃત નાગરિકો જીવના જોખમે રજૂઆતો કરે છે, ત્યારે તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ તોડવાને બદલે અરજદાર પાસે જ પુરાવા માંગીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લેવામાં આવતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. હવેલી ગલીમાં દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? શહેરના અત્યંત ભરચક અને સાંકડા વિસ્તાર ગણાતી હવેલી ગલીમાં જૂની ઇમારતો પાડીને મસમોટા વિરાટ બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. સ્થાનીક રહીશો અને જાગૃત નાગરિક કરશનભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર એટલો સાંકડો છે કે જો ભવિષ્યમાં કોઈ આગ કે ઈમરજન્સી સર્જાય, તો ત્યાં ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ ઘૂસી શકે તેમ નથી. પ્રશ્ન એ ઉઠે છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? રહેણાંક વિસ્તારોમાં આ પ્રકારના વ્યવસાયિક બાંધકામો કોની મંજૂરીથી થઈ રહ્યા છે તે તપાસનો વિષય છે. ​વોકળા પર દબાણ: મુખ્યમંત્રીના આદેશનું ઉલ્લંઘન ? જૂનાગઢમાં ગત ચોમાસામાં આવેલી હોનારત હજુ લોકો ભૂલ્યા નથી. તે સમયે રાજ્યના મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે વોકળા (કુદરતી નાળા) પરના કોઈપણ 'ચમરબંધી'ના દબાણો સાંખી લેવામાં આવશે નહીં. નિયમ મુજબ વોકળાથી 30 ફૂટ દૂર બાંધકામ હોવું જોઈએ, પરંતુ કે.જે. હોસ્પિટલ પાસે અને અન્ય વિસ્તારોમાં બિલ્ડરોએ વોકળાની અંદર જ બાંધકામ કરી દીધું છે. મુખ્યમંત્રીના કડક આદેશ છતાં સ્થાનિક તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે? શું તંત્ર પર કોઈ રાજકીય કે આર્થિક દબાણ છે ? ​અરજદારને જ નોટિસ: 'પુરાવા આપો નહીંતર અરજી ફાઈલ' મધુરમ વિસ્તારના અરજદાર કરશનભાઈ સોલંકીએ જ્યારે આ ગેરકાયદેસર બાંધકામો સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે મનપાના કાર્યપાલક ઇજનેર ગાંધી દ્વારા તેમને જ સામી નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે, "બાંધકામ ગેરકાયદે હોવાના પુરાવા 7 દિવસમાં રજૂ કરો, અન્યથા તમારી અરજી ફાઈલ (બંધ) કરી દેવાશે." આ ઘટનાએ સરકારી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. શું ગેરકાયદે બાંધકામ શોધવાની જવાબદારી લાખોનો પગાર લેતા એન્જિનિયરોની છે કે સામાન્ય નાગરિકની ? ​મ્યુનિસિપલ કમિશનરનો બચાવ: 'માત્ર નામ લખવાથી કાર્યવાહી ન થાય' આ સમગ્ર વિવાદ અંગે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરે તંત્રનો પક્ષ રાખતા જણાવ્યું છે કે, અરજદાર વારંવાર અલગ-અલગ વિસ્તારોની ફરિયાદો કરે છે, પરંતુ તેમાં કોઈ નક્કર આધાર-પુરાવા હોતા નથી. કમિશનરના મતે, માત્ર સ્થળ કે બિલ્ડિંગનું નામ લખી દેવાથી તપાસ થઈ શકતી નથી. ટાઉન પ્લાનિંગ શાખાએ અરજદારને પુરાવા આપવા જણાવ્યું છે, ત્યારબાદ જ સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ​તંત્રની ટેકનિકલ દલીલો અને ઈમ્પેક્ટ ફીનો સહારો મનપા તંત્રનું કહેવું છે કે શહેરમાં બાંધકામો માટે ODPPS પોર્ટલ અને વોર્ડ એન્જિનિયર દ્વારા સમયાંતરે તપાસ થાય છે. બી.યુ. પરમિશન વખતે પણ ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત, ઘણા બાંધકામો 'ગ્રુડા' (GRUDA) કાયદા હેઠળ ઇમ્પેક્ટ ફી ભરીને નિયમિત થવાની પ્રક્રિયામાં હોય છે. જોકે, જાણકારોનું માનવું છે કે ઇમ્પેક્ટ ફીના બહાના હેઠળ ગંભીર પ્રકારના દબાણોને પણ રક્ષણ મળી રહ્યું છે.જૂનાગઢના હિતમાં હવે એ જોવું રહ્યું કે તંત્ર આ 'ચમરબંધી' બિલ્ડરો સામે લાલ આંખ કરે છે કે પછી પુરાવાઓના બહાને ફાઈલો દબાવી દેવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    રૂ.70માં અનલિમિટેડ ટિફિન આપવું હવે નહીં પોસાય':સુરતની હોટેલોના મેનૂમાંથી ઈડલી-ઢોસા ગાયબ; ગ્રાહકે કહ્યું- ગેસના બાટલા નહીં મળે તો અમારે ગુજરાત છોડવું પડશે
    Next Article
    'ઘરની હરાજી થશે તો મારે ઝેર ખાવાનો વારો આવશે':ફાયનાન્સ કંપનીની જીદ સામે લાચાર માતાની વેદના; પતિનું મોત, બે બાળકોની જવાબદારી, હવે મકાન છીનવાશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment