Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગતકડું:તૂ હૈ તો દિલ ફફડતા હૈ

    2 days ago

    ડૉ. પ્રકાશ દવે ઑફિસેથી મોડા ઘેર આવેલા પતિને પત્નીએ મોડા આવવાનું કારણ પૂછ્યું. પતિએ કહ્યું, ‘કંપનીની બસ બગડી હતી.’ બીજા દિવસે પણ પતિ ઘેર મોડો આવ્યો. રાહ જોઈને કંટાળેલી પત્નીએ પૂછ્યું, ‘આજે પણ બસ બગડી હતી?’ ‘ના આજે બસ નહીં, બોસ બગડ્યા હતા!’ બિચારા પતિએ જવાબ આપ્યો. જવાબ સાંભળી પતિ પર પત્ની બગડી! દરેક સંસ્થા કે ઓફિસોમાં બોસ શા માટે રાખવામાં આવે છે? જવાબ છે: એમની ગેરહાજરીમાં કર્મચારીઓ સારી રીતે કામ કરી શકે એટલે! બે ઉચ્ચ અધિકારીઓ વાતો કરી રહ્યા હતા. એકે કહ્યું, ‘હું ઓફિસે હાજર હોઉં ત્યારે એક પણ કર્મચારી માથું ઊંચું ન કરી શકે. એકબીજાના ટેબલ જઈને કર્મચારીઓ ગપ્પા ન મારી શકે. અમુક તો મારા ડરને લીધે રિસેસમાંથી પણ પાંચ મિનિટ વહેલા આવી જાય. જે દિવસે હું ઓફિસમાં હોઉં એ દિવસે બમણું કામ થાય. એટલે જે દિવસે વધારે કામ હોય એ દિવસે હું આખો દિવસ ઓફિસમાં હાજર રહું.’ બીજો અધિકારી બોલ્યો, ‘મારે એવું નહીં. જે દિવસે મારે બમણું કામ કરાવવું હોય ત્યારે હું ઓફિસે જાઉં જ નહીં!’ કેટલાંક લોકોની હાજરીને લીધે ઘર, સમાજ કે સંસ્થામાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહે છે, કેટલાંકની ગેરહાજરીને લીધે! આમ તો અધિકારીઓ અથવા મેનેજરોની નિમણૂક એટલે કરવામાં આવે છે કે એમની હાજરીને લીધે કર્મચારીઓ અને કામદારો કામચોરી ન કરે અને કામ ચાલતું રહે. પણ કેટલીક વખત જે તે અધિકારી કે મેનેજર જ કામમાં બાધારૂપ બનતા હોય છે અને એમની ગેરહાજરીમાં જ કારીગરો ઉત્સાહપૂર્વક કામ કરી શકે છે. સામાન્ય રીતે બોસ મોટી ઉંમરના હોય છે. ઉંમર વધતી જાય એમ પ્રમોશન આપવાની પદ્ધતિ જેણે શોધી કાઢી છે એ માણસ ખરેખર બહુ વિચારશીલ હશે. બોસ મોટી ઉંમરના હોવાનો ફાયદો એ કે તમે એની નિવૃત્તિની રાહ જોઈ શકો છો. બોસ નાની ઉંમરનો હોય તો તમારે એને નિવૃત્ત થઈ જાય એવડો બનાવવો પડે છે અથવા તમારે તમારી નિવૃત્તિની રાહ જોવાની રહે છે! એ જ રીતે બોસની બદલી કરવાનો નિયમ જેણે બનાવ્યો એનો પણ કર્મચારીઓ પર મોટો ઉપકાર છે. કેમ કે જેને ‘બદલી’ નથી શકાતા એવા બોસની પણ બદલી તો થઈ જ શકે છે! એક કંપનીના બોસે કર્મચારીઓને બોલાવીને કહ્યું કે આપણી પ્રતિસ્પર્ધી કંપનીને પછાડીને આગળ વધવાની કોઈ યુક્તિ હોય તો બતાવો. એક કર્મચારીએ કહ્યું, ‘સાહેબ બે યુક્તિ છે. આપ ગુસ્સો ન કરો તો કહું.’ બોસે બોસ હોવા છતાં હસીને કહ્યું, ‘કંપનીને ફાયદો થાય એવું સૂચન હશે તો ગુસ્સો નહીં કરું.’ કર્મચારી ડરતાં ડરતાં બોલ્યો, ‘સાહેબ, આપણી પ્રતિસ્પર્ધી કંપનીના બોસને આપણી કંપનીમાં બોલાવી લઈએ.’ બોસે બોસ હોવા છતાં ધીરજ રાખીને કહ્યું, ‘એ શક્ય નથી, બીજું સૂચન આપો.’ કર્મચારી ડરતાં ડરતાં બોલ્યો, ‘તો સાહેબ.. તમે ત્યાં બદલી કરાવી લો!’ બાય ધ વે, આ મીટિંગ પછી બોસની ખબર નથી પણ કર્મચારીની બદલી થઈ ગઈ! એક કંપનીમાં એક કર્મચારી બદલી થઈને આવ્યો. આ કર્મચારી કવિ પણ હતો. એ ઓફિસમાં કવિતા લખવા ઉપરાંત કામ પણ કરતો. એક દિવસ બોસ ઓફિસમાં હાજર હોવા છતાં બધા કર્મચારીઓ ફ્રી હતા. એટલે બોસે બધાને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને કવિને કહ્યું, ‘કવિરાજ, આજે ફુરસદ છે તો આપણી કંપની અને મારા વિશે કોઈ કવિતા બનાવો.’ ભૂતકાળમાં રોમેન્ટિક કવિ તરીકે રહી ચૂકેલ આ કવિ લગ્ન થઈ ગયા હોવાથી વાસ્તવવાદી બની ગયા હતા. એણે તાત્કાલિક બે પંક્તિ સાહેબને સંભળાવી: ‘કંપનીના લોસ પર કવિતા લખું, આજ ચાલો બોસ પર કવિતા લખું!’ બોસે તાત્કાલિક સભા બરખાસ્ત કરી નાખી! દરેક બોસને પણ એક બોસ હોય છે, જે ઓફિસે આવતા નથી પણ ‘વર્ક ફ્રોમ હોમ’ કરે છે. દરેક બોસ પતિ પણ હોય છે પણ કોઈ પતિ બોસ હોતો નથી. જોકે દરેક બોસ કોઈની પત્ની પણ હોય એ જરૂરી નથી પણ દરેક પત્ની બોસ અવશ્ય હોય છે! બોસની બદલી થાય કે બોસ નિવૃત્ત થાય ત્યારે દરેક કર્મચારીની આંખમાં આંસુ હોય છે, એ આંસુ દુઃખનાં હોય છે કે ખુશીનાં એ બોસ પર આધાર રાખે છે! તમે કર્મચારી છો તો તમારા બોસને આ બધું તમારા જોખમે અને જવાબદારીએ વંચાવી શકો છો. જો તમે બોસ છો તો તમારે તમારા કર્મચારીઓને આ વંચાવવાની જરૂર નથી કારણ કે એ લોકો તો ક્યારનાય આ વાંચી ચૂક્યા હશે!
    Click here to Read More
    Previous Article
    તવારીખની તેજછાયા:રંગભેદથી જ્ઞાતિભેદ સુધી: સંવેદનાની એક સદી
    Next Article
    મેનેજમેન્ટની ABCD:જેવો દેશ તેવો મેનેજમેન્ટનો વેશ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment