Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ કંપની ચોરીનો ભેદ ઉકેલાયો:હોળીના તહેવારે પ્રીમિયમ પોલીએલોયસ લિમિટેડ કંપનીમાં ચોરી થઈ, સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ

    1 day ago

    દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્રીમિયમ પોલીએલોયસ લિમિટેડ કંપનીમાં હોળીના તહેવાર દરમિયાન થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. કચીગામ પોલીસે આ મામલે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. કંપનીના ડિસ્પેચ હેડ કૌશલ ભરત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે 4 અને 5 માર્ચ 2026ના રોજ હોળીની રજા હોવાથી કંપની બંધ હતી. 6 માર્ચ 2026ના રોજ કંપની ખુલતા ગોડાઉનમાંથી રિલાયન્સ મટીરીયલના 25 કિલોના પ્લાસ્ટિકના દાણા ભરેલી 50 બેગ ગાયબ જણાઈ હતી. આશરે 1.30 લાખ રૂપિયાની કિંમતના 1250 કિલો પ્લાસ્ટિકના દાણાની ચોરી થઈ હતી. ચોરીની ગંભીરતાને ધ્યાનમાં લઈને કચીગામ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં જ બે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી લીધી હતી. 8 માર્ચ 2026ના રોજ પોલીસે મૂળ વારાણસીના અને હાલ વાપીમાં રહેતા ઉજ્જવલ રાજેશ પાંડે તથા મૂળ છપરા, બિહારના અને હાલ વાપીમાં રહેતા નીતિન સંતોષ શાહની ધરપકડ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા એક સગીરને પણ 9 માર્ચ 2026ના રોજ ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અગાઉથી રેકી કરીને આ ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરાયેલો માલ રિક્ષામાં લઈ ગયા હતા. પોલીસે આરોપીઓની કસ્ટડીમાંથી ચોરાયેલો તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી રિક્ષા જપ્ત કરી છે. હાલ બંને પુખ્ત આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આ મામલે વધુ સઘન તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    The questions nobody saw coming: How Ajit Agarkar changed Indian cricket — one unpopular call at a time
    Next Article
    જામનગર મનપાની છેલ્લી સ્ટેન્ડિંગમાં વિપક્ષનો હંગામો:કોંગ્રેસે ગંગાજળ છાંટી 40% કમિશનનો આરોપ લગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment