Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ શાકમાર્કેટમાં ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી:નડતરરૂપ લારી-ગલ્લા હટાવ્યા, આડેધડ પાર્કિંગ સામે દંડ વસૂલ્યો

    1 day ago

    બોટાદ શહેરના વ્યસ્ત શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રાઈવ અંતર્ગત નડતરરૂપ લારી-ગલ્લા હટાવવામાં આવ્યા હતા અને આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે દંડ વસૂલવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં શહેર અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોવાથી વારંવાર ટ્રાફિક જામ થતો હતો. આડેધડ પાર્કિંગ અને રસ્તા પર ઉભેલા લારી-ગલ્લાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ટ્રાફિક PSI એ.એમ. રાવલ, PSI ચૌધરી અને તેમની ટીમે વિશેષ ડ્રાઈવ ચલાવી હતી. કાર્યવાહી દરમિયાન રસ્તા પર પાર્ક કરાયેલા અનેક વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા હતા. રસ્તા પર લારી-ગલ્લા ઉભા રાખતા વેપારીઓને પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. જિલ્લા ટ્રાફિક PSI એ.એમ. રાવલે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સોલાર એનર્જીમાં ગુજરાતનો દબદબો:12,150 મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં પ્રથમ ક્રમે, રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ આપી વિગતો
    Next Article
    LPG Cylinder Shortage | ગેસની અછતના કારણે હોટલો અને ઉદ્યોગો સંકટમાં | War | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment