Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલાર એનર્જીમાં ગુજરાતનો દબદબો:12,150 મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં પ્રથમ ક્રમે, રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ આપી વિગતો

    1 day ago

    ભારત સરકારની "સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ" યોજના હેઠળ ગુજરાત દેશભરમાં અવ્વલ રહ્યું છે. 28 ફેબ્રુઆરી, 2026 સુધીના આંકડાઓ મુજબ, ગુજરાત 12,150 મેગાવોટ (MW)ની મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે પ્રથમ ક્રમે છે. આ મહત્વની માહિતી કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા રાજ્યમંત્રી શ્રીપાલ યેસો નાઈકે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા એક લેખિત પ્રશ્નના જવાબમાં આપી હતી. દેશમાં કુલ 54 સોલાર પાર્ક, જેમાંથી 7 ગુજરાતમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે દેશભરમાં કુલ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે, જેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ છે. આ યાદીમાં ગુજરાત બાદ રાજસ્થાન બીજા ક્રમે છે, જ્યાં 11 સોલાર પાર્ક હેઠળ 10,726 મેગાવોટ ક્ષમતા મંજૂર કરવામાં આવી છે. ગુજરાતમાં મંજૂર થયેલા 7 સોલાર પાર્ક તેની ભૌગોલિક અનુકૂળતા અને સરકારની સક્રિય નીતિઓનો પુરાવો આપે છે. ગુજરાતના કયા જિલ્લામાં કેટલા મોટા સોલાર પાર્ક? ગુજરાતની કુલ 12,150 મેગાવોટ ક્ષમતામાં સૌથી મોટો ફાળો કચ્છ જિલ્લાનો છે. વિગતો નીચે મુજબ છે: પ્રોજેક્ટના અમલીકરણમાં આવતા પડકારો સાંસદ પરિમલ નથવાણીએ આ યોજનાના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ અને સરકારના પગલાં વિશે પણ પૃચ્છા કરી હતી. જેના જવાબમાં મંત્રીએ સ્વીકાર્યું હતું કે, જમીન સંપાદન, ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (વીજ લાઈનો) તૈયાર કરવી, પ્રોજેક્ટની સમયરેખા સાથે તાલમેલ બેસાડવો અને ટેરિફ (વીજ દર) નક્કી કરવામાં થતો વિલંબ મુખ્ય પડકારો છે. જોકે, કેન્દ્ર સરકાર આ મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્યો અને સંબંધિત વિભાગો સાથે સતત સંપર્કમાં છે. આમ, ક્લીન એનર્જી અને સૌર ઊર્જાના ક્ષેત્રમાં ગુજરાત પોતાની પક્કડ મજબૂત બનાવી રહ્યું છે, જે ભવિષ્યમાં રાજ્યની ઊર્જા જરૂરિયાતો અને પર્યાવરણ સુરક્ષા માટે મહત્વનું સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    Two more arrested in encounter for Bawana businessman’s murder in February
    Next Article
    બોટાદ શાકમાર્કેટમાં ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી:નડતરરૂપ લારી-ગલ્લા હટાવ્યા, આડેધડ પાર્કિંગ સામે દંડ વસૂલ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment